કોઈ પણ વ્યક્તિ નવું ઘર કે કોઈ ઓફીસ લે છે ત્યારે એનું વાસ્તુ કરાવે છે. વાસ્તુ એ ઘરના દરેક લોકો માટે ખુબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મુખ્ય દરવાજામાંથી જ ઘરમાં સકારાત્મક ઉર્જા અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે એટલા માટે દરેક લોકો ઘરમાં રહેવા જતા પહેલા વાસ્તુ કરાવે છે. ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જાની સીધી અસર ઘરમાં રહેતા લોકો પર પડે છે. તેમને માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય તે ઘરનું વાતાવરણ હંમેશાં શાંત અને પ્રફુલ્લિત રહે છે. ઘરના લોકો પોતપોતાના કામમાં મન પરોવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મક ઉર્જા રોકવા માટે ઘણી ટિપ્સ જણાવવામાં આવી છે. આજે અમે જણાવી રહ્યા છીએ ઘરના મુખ્ય દરવાજા માટેની કેટલીક વાસ્તુટિપ્સ, જેનાથી ઘરમાં આવેશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ. તો ચાલો જાણી લઈએ અમુક ઉપાય વિશે..

ઘરમાં સુખ-સમૃદ્ધિ જળાવાઇ રહે એ માટે સિંદૂરી રંગના ગણપતિ રાખવા ખૂબજ શુભ ગણાય છે. ઘરના મુખ્ય દરવાજા પર આવી મૂર્તિ રાખવાથી મનોકામના પૂર્ણ થાય છે.

ઘરના મુખ્ય દરવાજા પર ગણપતિની પ્રતિમા લગાવેલી હોય તો, દરવાજાની બીજી બાજુ, બરાબર એ જ જગ્યાએ ગણપતિની પ્રતિમા લગાવવી, બંને પ્રતિમાઓની પીઠ સામસામે આવે રીતે મૂર્તિ રાખવી.

ઘરમાં ગણપતિની મૂર્તિ કે પ્રતિમા હંમેશાં બેઠેલી અવસ્થામાં હોવી જોઇએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક, ऊँ, શ્રીગણેશ જેવાં શુભ ચિહ્ન લગાવવાં જોઇએ.

ઘરના મુખ્ય દરવાજા પર કચરો કે ગંદકી જરા પણ ન હોવી જોઇએ. આ જગ્યા સ્વચ્છ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે.

ઘરના મુખ્ય દરવાજે તુલસીનો છોડ જરૂર રાખવો જોઇએ તુલસીનો છોડ જરૂર રાખવો જોઇએ. તે ખૂબજ શુભ ગણાય છે.
ઘરના મુખ્ય દરવાજા પર વિંડ ચાઇમ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઇ રહે છે.

ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પત્તાંનું તોરણ લગાવવાથી સકારાત્મક ઉર્જા પ્રવેશે છે.