કિશન ના સાળા અને સસરાએ આરોપીઓનું જાહેરમાં એન્કાઉન્ટર કરવા અને ફાંસી આપવાની કરી માંગ, દોઢ વર્ષ પહેલા જ કિશનના લગ્ન થયા હતા અને….

કટર હિન્દુ યુવક કિશન ભરવાડ ની હત્યા મામલે સતત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હર્ષદ સંઘવી એ પરિવારને આપેલા ન્યાયના વચન બાદ ગુજરાત એટીએસને આ કેસની તપાસની તમામ જવાબદારી સોંપવામાં આવી છે.

તો એટીએસે મૂળ સુધી પહોંચતાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આજે કિશન ભરવાડ ના સસરાને ત્યાં બેસણું હતું . વડોદરા ખાતે આ બેસણામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

તો ભરવાડ સમાજ સહિત સમસ્ત હિન્દુ સંગઠનોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.  વડોદરાના વીઆઈપી રોડ ઉપર સયાજી ટાઉનશીપ માં રહેતા કિશનભાઇ ના સસરા એ જણાવ્યું હતું કે આ કેસમાં ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવું જોઇએ અને આરોપીઓને જાહેરમાં ફાંસી આપી અથવા એકાઉન્ટ કરવું જોઈએ.

તેમણે આ કેસમાં જોડાયેલા તમામ લોકોની ધરપકડ કરીને પાસ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા ની માંગ કરી છે. તો તેમના શાળાએ કહ્યું હતું કે તેમના બહેન ને લગ્ન કિશન ભરવાડ સાથે દોઢ વર્ષ પહેલા થયા હતા.

અને 2 જાન્યુઆરીએ તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો. બેસણાને લઈને તેમના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધંધુકામાં થયેલી કિશન ભરવાડની વિધર્મીઓએ હત્યા કરી દીધી.

આ હત્યાને કારણે રાજ્યભરના હિન્દુ સંગઠનોમાં રોષ છે.રાજ્યના અનેક શહેરોમાં ઉગ્ર સુત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી અને કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માગ કરવામાં આવી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer