કોલ્લૂર મુકામ્બિકા દેવીના મંદિરમાં પ્રવેશ કરતાની સાથેજ પોતાની અંદર અદભુદ શક્તિનો સંચાર થાય છે

કોલ્લૂર કે કોલીપુરા નામની ઉત્પત્તિ કોલા મહિર્ષીથી થઈ હતી. ઠંડીમાં અહીં કામાસુરા નામના રાક્ષસે ઘણો ઉત્પાત મચાવ્યો હતો. આ રાક્ષસથી અહીંના લોકોનું રક્ષણ કરવા માટે કોલા મહિર્ષીએ દેવી મહાલક્ષ્મીની આરાધના કરી. ત્યાંજ અમરત્વ મેળવવા કામાસુર દૈત્યએ શિવશંભુ જોડે વરદાન મેળવવા માટે કઠોર તપ કરવા લાગ્યો. વરદાનના સમયે માઁ એ આ દૈત્યને ગૂંગો કરી દીધો. ત્યાર પછી દૈત્યરાજ મૂકાસૂર નામે ઓળખાવવા લાગ્યો. પોતાનો અવાજ ગુમાવ્યા પછી પણ આ દૈત્યે સંત-મહાપુરૂષોને અને સામાન્ય લોકોને હેરાન કરવાનું બંધ નહી કર્યુ. ત્યારે મહિર્ષી કોલાની પ્રાર્થનાથી માઁ એ મૂકાસુરનો વધ કરી નાખ્યો. જે કારણે આ મંદિર કોલ્લૂર મુકામ્બિકા મંદિર તરીકે જાણીતુ બન્યુ છે.

કોલ્લૂર મુકામ્બિકા દેવી નું આ મંદિર વાસ્તુકલાના રૂપમાં એક આશ્ચર્ય કહી શકાય છે. મંદિરની પરિક્રમામાં પ્રવેશ કરતાં જ તમને પોતાની અંદર એક અદ્ભૂત શક્તિનો સંચાર થવાનો અનુભવ થશે. કોલ્લૂર મુકામ્બિકા મંદિરના ગર્ભગૃહમાં જ્યોતિના રૂપમાં દેવી ની આરાધના કરવામા આવે છે. આનું સ્વરૂપ ખૂબ જ નિરાળુ છે. પાનીપીઠ નામની પવિત્ર જગ્યાને એક સોનાના ચક્ર જેવી જ્યોતિએ ઘેરી છે. એવુ માનવામાં આવે છે કે જેવી રીતે શ્રીચક્રમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશનો વાસ છે તેવી જ રીતે આ જ્યોતિચક્રમાં માઁ નો વાસ છે. ગર્ભગૃહમાં પ્રકૃતિ-શક્તિ, કાળી, લક્ષ્મી અને સરસ્વતીન માઁની મૂર્તિયો પણ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. જ્યોતિચક્રના પશ્ચિમી ભાગમાં શ્રી દેવીની પદ્માસનમાં બેસેલી અત્યંત રમણીય મૂર્તિ છે. જેમના હાથ શંખ-ચક્ર વગેરે સુસજ્જિત છે.

મંદિરમાં ગણેશજીની દશભુજા મૂર્તિ પણ પ્રતિષ્ઠિત છે. સાથે જ પશ્ચિમભાગમાં આદિશંકરાચાર્યની તપસ્યાપીઠ પણ છે. અહી આદિ શંકરાચાર્યની એક ધવલ મૂર્તિ સ્થાપિત છે. સાથે જ અહી તેમના ઉપદેશોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીંના દર્શન કરવા માટે વિશેષ અનુમતિની આવશ્યકતા પડે છે. મંદિરની ઉત્તરી-પશ્ચિમી ભાગમાં યજ્ઞશાળા છે. જ્યા વીરભદ્રેશ્વરની મૂર્તિ સ્થાપિત છે. એવુ માનવામાં આવે છે કે વીરભદ્રેશ્વરે મુકાસુર વધમાં માતાનો સાથ આપ્યો હતો.

મંદિરના બહારના ભાગમાં બાલીપીઠ, ધ્વજસ્તંભ અને દીપસ્તંભ બનાવવામાં આવ્યો છે. સ્વર્ણપંડિત ધ્વજસ્તંભની છટા જોતા રહેવાની ઈચ્છા થાય છે. ત્યાં જ કાર્તિક માસમાં થનારા દીપોત્સવના દિવસે અહી થનારી રોશની અદ્ભૂત છે. મંદિરના અન્નદાન ક્ષેત્રમાં રોજ હજારો લોકોને પ્રસાદના રૂપમાં ભોજન પ્રદાન કરવામાં આવે છે.

મંદિરની બહાર આવવાથી ત્ર્યંબકેશ્વર શ્રીશ્રીગેરી ભગવાનનું મંદિર છે. અને મરિઅમ્મા મંદિર આવેલુ છે. તે સિવાય અહી અનેક દેવીય પાઠશાળાઓ બનેલી છે. જયાં વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરવાના ઈચ્છુક લોકોને નિ:શુલ્ક ભણાવવામાં આવે છે. આ શિક્ષામાં થનારો ખર્ચો કાંચી કામકોઠી પીઠ ઉઠાવે છે. આ મંદિરમાં કેટલાય ઉત્સવો વિશેષ રૂપથી મનાવવામાં આવે છે. જેમા વિજયાદશમીના દિવસે મનાવવામાં આવતો વિદ્યાદશમી ઉત્સવ મુખ્ય છે. તે સિવાય ગણેશ ચતુર્થી, મુકામ્બિકા, જન્માષ્ટમી, કૃષ્ણાષ્ટમી, નરકચતુર્દશી , નવો ચંદ્ર દિવસ અને નવો સૂર્ય દિવસ પણ ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer