મરણોપરાંત સંસ્કારોને પૂરા કરવા માટે પુત્રનું સ્થાન સૌથી પહેલા આવે છે. પુત્ર જો તર્પણ કે પિંડદાન કરે શ્રાધ્ધ નાંખે તો પિતૃઓ તૃપ્ત થાય છે. પણ જેમને પુત્ર સુખ ન હોય તેમના માટે શું શાસ્ત્રોમાં તેમની મોક્ષગતિ માટે પણ કરવામાં આવ્યુ છે વર્ણન.
શ્રાદ્ધ પક્ષના આ પખવાડિયા દરમિયાન હિંદુ પરંપરા મુજબ સ્વર્ગસ્થ પિતૃઓની યાદમાં પિંડદાન કરવામાં આવે છે. આવા સંજોગોમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ કરવામાં આવતા સંસ્કાર તેનો પુત્ર જ કરતો હોય છે. શાસ્ત્રો મુજબ પુત્ર જ પિતાને પુ નામક નરકથી મુક્તિ અપાવે છે તેવા ઉલ્લેખો છે, આ જ કારણથી તેને પુત્ર કહેવામાં આવે છે.
पु नामक नरक त्रायते इति पुत्रः
પુત્ર દ્વારા પિંડદાન, તર્પણ વગેરે કરવાથી પિતાની આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જ કારણથી પુત્રને જ શ્રાદ્ધ, પિંડદાનનો અધિકારી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને પુત્ર ન હોય તો તેના સ્થાન પર શ્રાદ્ધ, પિંડદાન વગેરે કોણ કરી શકે છે તે સંબંધમાં ધર્મ ગ્રંથોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
૧. એકથી વધુ પુત્રો હોય તો સૌથી મોટા પુત્રએ શ્રાદ્ધ કરવું. પુત્ર ન હોય તો પૌત્ર અથવા પ્રપૌત્ર શ્રાદ્ધ કરી શકે છે. સ્વર્ગસ્થ વ્યક્તિનો કોઈ પુત્ર, પૌત્ર અથવા પુત્રીનો પુત્ર ન હોય તો ભત્રીજો પણ શ્રાદ્ધ કરી શકે છે.
૨. પુત્ર, પૌત્ર અથવા પ્રપૌત્ર ન હોય તો વિધવા સ્ત્રી શ્રાદ્ધ કરી શકે છે. પુત્રીનો પતિ અને પુત્ર શ્રાદ્ધ કરી શકે છે.
૩. પત્નીનું શ્રાદ્ધ પતિ ત્યારે જ કરી શકે છે, જ્યારે તેને પુત્ર ન હોય, જો તેને પુત્ર હોય તો પુત્રએ જ શ્રાદ્ધ કરવું.
૪. સ્વર્ગસ્થ વ્યક્તિના કોઈ ન હોય તો દત્તક લીધેલો પુત્ર પણ માતા-પિતાનું શ્રાદ્ધ કરી શકે છે.
૫. સ્વર્ગસ્થ પિતાનું શ્રાદ્ધ પુત્રએ જ કરવું જોઈએ. પુત્ર ન હોય તો પત્ની પણ શ્રાદ્ધ કરી શકે છે. સ્વર્ગસ્થ વ્યક્તિનિ પત્ની ન હોય તો સગા ભાઈ અને તે પણ ન હોય તો કુટુંબની કોઈ વ્યક્તિ શ્રાદ્ધ કરી શકે છે.