ધર્મને લઈને આપણા દેશમાં જ્યાં અલગ-અલગ પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. દેશમાં ઘણા મંદિર એવા છે જેમાં મહિલાઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ હોય છે. આ મંદિર દેશ ભરમાં આ પ્રમાણે જાણવામાં આવે છે કે અહિયાં પ્રવેશ કરવા અને પૂજા કરવા માટે ઈચ્છુક પુરુષોને મહિલાઓના વસ્ત્રોમાં આવવું પડે છે.
આ મંદિરમાં એને પૂજા કરવા માટે મહિલાઓ, કિન્નરો પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ પુરુષ જો આ મંદિર માં પૂજા અર્ચના કરવા માંગે છે તો એને મહિલાઓની જેમ તૈયાર થવું પડે છે. આ ખાસ મંદિર કેરલ ના કોલ્લમ જીલ્લામાં છે જ્યાં શ્રી કોત્તાનકુલાંગરા દેવી મંદિરમાં દરેક વર્ષે ચામ્યાવિલ્ક્કું તહેવાર મનાવવામાં આવે છે.
આ તહેવારમાં દરેક વર્ષે હજારોની સંખ્યામાં પુરુષ શ્રદ્ધાળુ આવે છે. એને તૈયાર થવા માટે મંદિરમાં અલગથી મેકઅપ રૂમ બનાવવામાં આવે છે. પુરુષ મહિલાઓની જેમ માત્ર સાડી નથી પહેરતા, પરંતુ જ્વેલરી, મેકઅપ અને વાળમાં ગજરો પણ લગાવે છે. આ ઉત્સવમાં શામિલ થવા માટે ઉમરની કોઈ સીમા નથી.
અહિયાં કિન્નરો પણ આ મંદિરમાં પૂજા અર્ચના કરવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં દેવીની મૂર્તિ સ્વયં પ્રકટ થઇ હતી. એમની ખાસ પરંપરા માટે દુનિયાભરમાં મશહુર આ મંદિરની ઉપર કોઈ છત નથી. આ રાજ્યનું આ એક એવું એક માત્ર મંદિર છે જેના ગર્ભગૃહની ઉપર છત અથવા કળશ નથી.
એવી માન્યતા છે કે અમુક ચરવાહોએ મહિલાઓના કપડા પહેરીને પથ્થર પર ફૂલ ચઢાવ્યા હતા જેના પછી એ પત્થરથી દિવ્ય શક્તિ નીકળવા લાગી. એના પછી આ મંદિરને રૂપ આપવામાં આવ્યું. એક માન્યતા એ પણ છે કે અમુક લોકો પત્થર પર નારિયેળ ફોડી રહ્યા હતા અને આ દરમિયાન પત્થરથી લોહી નીકળવા લાગ્યું જેના પછીથી અહિયાં દેવીની પૂજા થવા લાગી.