શ્રી કૃષ્ણએ ચોખાનો ફક્ત એક દાણો ખાધો, અને ૧૦ હઝાર લોકોનું પેટ ભરાઈ ગયું.

ભગવાન શ્રી કૃષ્ણને ઘણી બધી સખીઓ હતી. તેમાંથી જ એક સખી હતી દ્રોપદીનું જેને શ્રી કૃષ્ણએ દરેક વખતે હંમેશા સાથ આપ્યો છે. એક વાર એવું બન્યું કે ઋષિ દુર્વાસા એમને ત્યાં જમવા આવ્યા અને ભોજન હતું નહિ, એ સમયે દ્રોપદી ચિંતામાં આવી ગઈ કે જો ઋષિ દુર્વાસા ભોજન કર્યા વીના પરત જશે તો એ શ્રાપ આપશે, તેથી દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી અને સંકટ માંથી બચાવવા કહ્યું.

એને કહ્યું , હે પ્રભુ તમે જે રીતે સભામાં દુશાસન ના અત્યાચાર થી મને બચાવી હતી, એવી રીતે આજે આ મહાન સંકટ માંથી મને બચાવો. શ્રી કૃષ્ણએ દ્રોપદીનો અવાજ સાંભળ્યો અને એ તરત જ ત્યાં પહોચી ગયા. અને એ આવ્યા એટલે તરત જ દ્રૌપદીની અંદર જાણે નવો જીવ આવી ગયો. 


પછી શ્રી કૃષ્ણ એ ખુબજ અધીરતાથી કહ્યું અત્યારે એ બધી વાત છોડો પહેલા મને કઈક ખાવા માટે આપો મને ખુબજ ભૂખ લાગી છે. તું જાણતી નથી હું કેટલો દુર થી આવ્યો છું. દ્રૌપદીએ શરમથી પોતાનું માથું જુકાવી દીધું. અને કહ્યું, પ્રભુ હું અત્યારેજ જમીને ઉભી થઇ છું હવે તો એ વાસણ માં કઈ જ નથી.

શ્રી કૃષ્ણ એ કહ્યું જરા તારું વાસણ મને તો દેખાડ. અને દ્રોપદી એ વાસણ લઇ આવી અને શ્રી કૃષ્ણ એ જોયું તો એને એ વાસણમાં એક સાગ નું પત્તું દેખાણું. અને તેને એ મોં માં રાખીને કહ્યું. “આ સાગના પત્તા થી સંપૂર્ણ જગત ની આત્મા યજ્ઞ ભોક્તા, પરમેશ્વર તૃપ્ત થઇ જાય.” અને ત્યાર બાદ તેમણે સહદેવને કહ્યું, ‘ભાઈ હવે તું મુનીશ્વારો ને ભોજન માટે બોલવ. અને સહદેવે ગંગા નદીના કિનારે જઈને જોયું તો તેને ત્યાં કોઈ જ ના મળ્યું. 


વાત એમ હતી જયારે કૃષ્ણ એ સાગ નું પત્તું મોં માં રાખ્યું અને સંકલ્પ કર્યો એ સમયે દરેક મુનીશ્વરો ને એવો અહેસાસ થયો જાણે એમનું પેટ ભરેલું હોય. અને તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બિલકુલ ભૂખ નથી લાગી પેટ ભરેલું જ છે. અને આપણે લોકો ત્યાં જઈને શું ખાશું?

દુર્વાસા ઋષિએ પણ પોતાના પેટ પર હાથ ફેરવ્યો મારી પણ ઈચ્છા નથી ભોજન કરવાની. અને તેથી તેઓ ત્યાંથી ચુપચાપ નીકળી ગયા. સહદેવને ત્યાં રહેતા તપસ્વીઓ એ જણાવ્યું કે એ લોકો તો અહીંથી નીકળી ગયા. અને પછી સહદેવે આખી વાત પરત આવીને યુધીષ્ઠીર ને જણાવી. આવી રીતે દ્રૌપદીની શ્રી કૃષ્ણ ભક્તિ થી પાંડવોની એક ખુબજ મોટી વિપત્તિ ટળી ગઈ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer