ચાલો જાણીએ ચંદ્રમાંની પૌરાણિક કથા તેમજ શુક્લ અને કૃષ્ણ પક્ષની શરૂઆત ક્યારે થઇ હતી એ વિશે..

હિન્દુ કેલેન્ડર એટલે કે પંચાંગ અનુસાર દર મહિનામાં ૩૦ દિવસ હોય છે અને આ મહિનાઓની ગણના સૂર્ય અને ચન્દ્રની ગતિ મુજબ કરવામાં આવે છે. ચંદ્રમાની ગતિ અનુસાર મહિનાને બે પક્ષમાં વહેંચવામાં આવ્યા છે જેને કૃષ્ણ પક્ષ અથવા શુક્લ પર કહેવામાં આવે છે. પૂનમથી આમાવસ સુધીના દિવસોને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે. તેમજ તેનાથી ઉલટું આ અમાવસથી પૂર્ણિમા સુધીના દિવસોને શુક્લપક્ષ કહેવામાં આવે છે. બંને પક્ષો કઈ રીતે શરુ થયા તેની સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. શુક્લપક્ષ અને કૃષ્ણ પક્ષ સાથે જોડાયેલી કથા

આ રીતે કૃષ્ણપક્ષની શરૂઆત થઈ : પૌરાણિક ગ્રંથો અનુસાર, દક્ષ પ્રજાપતિએ પોતાની 27 દીકરીઓનો વિવાહ ચંદ્રમા સાથે કરાવ્યા હતા. આ 27 દીકરીઓ 27 સ્ત્રી નક્ષત્ર છે અને અભિજીત નામનો એક પુરુષ નક્ષત્ર પણ છે. પરંતુ ચંદ્ર માત્ર રોહિણી ને પ્રેમ કરતા હતો. એવામાં બાકીના નક્ષત્રો એ પોતાના પિતાને ફરિયાદ કરી કે ચંદ્ર તેમની સાથે પતિનું કર્તવ્ય નથી નિભાવતા. દક્ષ પ્રજાપતિ ક્રોધે તેમ છતાં પણ બાદ પણ ચંદ્રએ રોહીનીનો સાથ છોડ્યો નહીં અને બાકી પત્નીઓની અવગણના કરતા રહ્યો. ત્યારે ચંદ્ર ઉપર ક્રોધિત થઈને દક્ષ પ્રજાપતિએ તેમને ક્ષય રોગ નો શ્રાપ આપ્યો. ક્ષય રોગના કારણે સોમ કે ચંદ્રનું તેજ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. આ રીતે કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ.

આ રીતે શરૂઆત થઈ શુક્લપક્ષની : એવું કહેવામાં આવે છે કે, ક્ષય રોગથી ચંદ્ર નો અંત નજીક આવી ગયો. તેઓ બ્રહ્મા પાસે ગયા અને તેમની પાસે મદદ માગી. ત્યારે બ્રહ્મા અને ઈન્દ્રે ચંદ્રને શિવજીની આરાધના કરવા કહ્યું. શિવજીની આરાધના કર્યા બાદ શિવજીએ ચન્દ્રને પોતાની જટામાં સ્થાન આપ્યું. આવું કરવાથી ચંદ્રનું તેજ ફરીથી આવવા લાગ્યું. જેનાથી શુક્લપક્ષનું નિર્માણ થયું. જોકે દક્ષ પ્રજાપતિ હતા. ચંદ્ર તેના શ્રાપથી સંપૂર્ણ રીતે મુક્ત ન થઈ શક્યા. શ્રાપમાં માત્ર ફેરફાર આવી શકતો હતો. જેથી ચંદ્રને વાંરવાર કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં જવું પડે છે. દક્ષે કૃષ્ણપક્ષ નું નિર્માણ કર્યું અને શિવજીએ શુક્લ પક્ષનું નિર્માણ કર્યું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer