કૃષ્ણ જયારે બની ગયા કાલિકા માતા, જાણો એવા પાંચ રહસ્ય

અવતાર ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણાવતાર કહેવામાં આવે છે. શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ જેટલું વિવાદિત છે એટલું જ રહસ્યમયી પણ છે. એમ તો એની વિશે ઘણા રહસ્ય છુપાયેલા છે પરંતુ અમે તમને કહેવા જઈ રહ્યા છીએએવા પાંચ રહસ્ય જેને સંભવત તમે જાણતા નહિ હોવ.

પહેલું રહસ્ય:

એમ તો ભગવાન શ્રીકૃષ્ણ વિષ્ણુનો આઠમો અવતાર છે. પરંતુ દેવી અને કાલિકા પુરાણ અનુસાર તેમજ વિષ્ણુ ના નહિ પરંતુ કાલિકા માતાનો અવતાર હતો. શ્રીકૃષ્ણની લીલાસ્થલી વૃંદાવનમાં એક એવું મંદિર વિદ્યમાન છે જ્યાં કૃષ્ણની કાળી રૂપમાં પૂજા થાય છે. એને કાળી દેવી કહેવામાં આવે છે. એ પણ માન્યતા છે કે જયારે રાધાના વિવાહ અયંગ નામના ગોપીની સાથે હોવાનું નક્કી થયું હતું ત્યારે વ્યાકુળ થઈને રાધા, ‘કૃષ્ણ કૃષ્ણ’ અવાજ કરવા લાગી હતી. ત્યારે શ્રીકૃષ્ણએ એને કાળી રૂપમાં દર્શન આપીને એને દુઃખને દુર કર્યા હતા. એ દિવસથી શ્રીકૃષ્ણની કાળી રૂપમાં પૂજા થાય છે.

દેવી પુરાણ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના નહિ પરંતુ માં કાલીનો અવતાર હતા. અને એમની પ્રેમિકા રાધા દેવી લક્ષ્મીનું સ્વરૂપ નહિ પરંતુ મહાદેવનો અવતાર હતી. દેવી પુરાણ મુજબ ભગવાન મહાદેવ વૃષભાનું પુત્રી રાધાના રૂપમાં જન્મી હતી અને સાથે શ્રી કૃષ્ણની ૮ પટરાણી રુકમણી, સત્યભામા વગેરે પણ મહાદેવનો જ અંશ હતો. પાર્વતીની જયા-વિજયા નામની સખીયા શ્રીદામ અને વસુદામ ગોપના રૂપમાં અવતરિત થઇ. દેવી પુરાણ મુજબ ભગવાન વિષ્ણુએ બલરામ તથા અર્જુનના રૂપમાં અવતાર લીધો. પાંડવ જયારે વનવાસ દરમિયાન કામાખ્યા શક્તિપીઠ પહોચ્યા તો ત્યાં એમણે તપ કર્યો. એનાથી પ્રસન્ન થઈને માતા પ્રગટ થઇ અને એમણે પાંડવોને કહ્યું કે હું શ્રીકૃષ્ણના રૂપમાં તમારી સહાયતા કરીશ અને કૌરવોનો વિનાશ કરીશ.

બીજું રહસ્ય:

ભગવાન શ્રીકૃષ્ણની પરદાદી મારીષા અને સોતેલી માં રોહિણી (બલરામની માં) બંને નાગ જનજાતિના હતા. ભગવાન શ્રીકૃષ્ણની માતાનું નામ દેવકી હતું. ભગવાન શ્રીકૃષ્ણ થી જેલમાં બદલી થયેલ યશોદા પુત્રીનું નામ એકાનશા હતું, જે આજે વિધ્યવાસીની દેવીના નામથી પૂજાય છે. શ્રીમદ ભાગવતમાં નંદ્જા દેવી કહેવામાં આવ્યું છે એટલા માટે એમનું બીજું નામ કૃષ્નાનુંજા છે. એમનો અર્થ એ છે કે તે ભગવાન શ્રીકૃષ્ણની બહેન હતી. આ બહેને શ્રીકૃષ્ણની જીવનભર રક્ષા કરી હતી. એને જ યોગમાયા કહેવાય છે.


ત્રીજું રહસ્ય:

ભગવાન શ્રીકૃષ્ણની માંસપેશીઓ ખુબ જ કોમળ હતી, પરંતુ યુધ્ધના સમયે એ એને કઠોર અને વિસ્તૃત કરી લેતા હતા. એટલા માટે સામાન્યતઃ છોકરીઓને સમાન જોવા વાળા એમનું લાવણ્યમય શરીર યુધ્ધના સમયે અત્યંત કઠોર દેખાવા લાગતા હતા. શરીરની આ વિશેષતા કર્ણ અને દ્રોપદીના શરીરમાં પણ હતી.

ચોથું રહસ્ય:

ભગવાન શ્રીકૃષ્ણને કલારીપટ્ટના પ્રથમ આચાર્ય માનવામાં આવે છે. કૃષ્ણએ જે કલારીપટ્ટની નિવ રાખી હતી, એ પછી બોધીધર્મન થી થઈને આધુનિક માર્શલ આર્ટમાં વિકસિત થઇ. આ આર્ટનો વિકાસ બ્રજ ક્ષેત્રના વનોમાં કરવામાં આવ્યો હતો. આ કારણે શ્રીકૃષ્ણની ‘નારાયણી સેના’ ભારતની સૌથી ભયંકર પ્રહારક સેના બની ગઈ હતી. આ સેનાએ કૌરવો તરફથી લડાઈ લડી હતી. દાંડિયા રાસનો આરંભ પણ શ્રીકૃષ્ણએ કર્યો હતો. આજકાલ નવરાત્રીમાં એમની ખુબ જ ધૂમ રહે છે.

પાંચમું રહસ્ય:

ભગવાન કૃષ્ણનો જન્મ મથુરામાં થયો હતો. એમનું બાળપણ ગોકુલ, વૃંદાવન, નંદગાવ, બરસાના વગેરે જગ્યા પર વીત્યું. દ્વારિકાને એમણે એમનું નિવાસ સ્થાન બનાવ્યું અને સોમનાથ ની પાસે સ્થિત પ્રભાસ ક્ષેત્રમાં એમણે દેહ છોડી દીધો. એક દિવસ એ આ જ પ્રભાસ ક્ષેત્રના વનમાં એક પીપળાના વૃક્ષની નીચે યોગનીદ્રામાં સુતા હતા, ત્યારે ‘જરા’ નામનું એક બહેલીયે ભૂલમાં એમને હરણ સમજીને વિષયુક્ત બાણ ચલાવી દીધું, જે એમના પગના તળિયે જઈને વાગ્યું અને ભગવાન શ્રીકૃષ્ણએ આને જ બહાનું બનાવીને દેહ ત્યાગી દીધો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer