શું તમે જાણો છો સૂરદાસ જન્મથી જ નેત્રહીન હતા પરંતુ તેઓ મનની શક્તિથી ગુરુની વાત જાણી ગયા હતા

સૂરદાસ ભગવાન કૃષ્ણના પરમ ભક્ત હતા. સૂરદાસનો જન્મ 1478માં રુનકતા નામના ગામમાં થયો હતો. આ ગામ મથુરા-આગ્રા રોડ પર આવે છે. અન્ય એક લોકકથા મુજબ સૂરદાસનો જન્મ સીહી નામના ગામમાં એક ગરીબ પરીવારમાં થયો હતો. બાદમાં તેઓ મથુરા અને આગ્રા વચ્ચે આવેલા ગામમાં જઈને રહેવા લાગ્યા હતા. સૂરદાસના પિતા રામદાસ ગાયક હતા. સૂરદાસ જન્મથી જ આંધળા હતા. તેમની મુલાકાત વલ્લભાચાર્ય સાથે થઈ અને સૂરદાસ તેમના શિષ્ય બની ગયા. વલ્લભાચાર્યએ તેમને પુષ્ટિમાર્ગની દીક્ષા આપી હતી અને કૃષ્ણલીલાના પદ ગાવાની પરવાનગી આપી હતી.

સૂરદાસ અને તેમના ગુરુ સાથે જોડાયેલો પ્રસંગ :


એક વાર સૂરદાસ ભજન ગાઈ રહ્યા હતા અને તેમના ગુરુ વલ્લભાચાર્ય ભગવાનની માનસિક પૂજા કરી રહ્યા હતા. માનસિક પૂજા મનમાં કરવામાં આવે છે. ભક્ત મનમાં જ પૂજાની વિવિધ વસ્તુઓ ધારીને ભગવાનને અર્પણ કરી તેની પૂજા કરે છે. આ પૂજામાં વલ્લભાચાર્ય ભગવાનને ફૂલહાર ચઢાવી રહ્યા હતા.

પરંતુ ફૂલહાર નાનો હોવાથી તે ભગવાન કૃષ્ણના મુકુટમાં અટવાઈ ગયો. આ દરમિયાન સૂરદાસ બોલ્યા કે ગુરુજી હારની ગાંઠ ખોલી ભગવાનને હાર પહેરાવો અને પછી પાછી ગાઠ વાળી દેજો. આ સાંભળીને વલ્લભાચાર્ય આશ્ચર્યમાં મૂકાઈ ગયા, કારણ કે તેઓ તો માનસિક પૂજા કરી રહ્યા હતા. સૂરદાસે પોતાની શક્તિથી આ સઘળી વાતને જાણી લીધી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer