મનની શાંતિ અને ઘરની સુખ-સમૃદ્ધિ માટે પૂજા-પાઠ કરવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલતી આવે છે. દેવી-દેવતાઓની પૂજામાં મંત્રોનું વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં પ્રાર્થના, સ્નાન, ધ્યાન, ભોગના મંત્રોની જેમાં જ ક્ષમાયાચના મંત્ર પણ બતાવ્યા છે. પૂજામાં જાણતાં-અજાણતાં આપણાથી કોઈને કોઈ ભૂલ થઈ જ જતી હોય છે. ક્ષમાયાચના મંત્ર આ ભૂલને સુધારે છે. જ્યારે આપણે પોતાની ભૂલો માટે ભગવાની સામે ક્ષમા માંગીએ છીએ, ત્યારે જ પૂજા પૂરી થાય છે.

પૂજામાં જે ક્ષમા માંગવામાં આવે છે, તે પૂજામાં થયેલી ભૂલો માટે અને દૈનિક જીવનમાં કરવામાં આવેલી ભૂલો માટે હોય છે. ક્ષમા સૌથી મોટો ભાવ છે. જ્યારે આપણે ભગવાન પાસે ક્ષમા માંગીએ છીએ, ત્યારે પૂજા પૂરી થાય છે. આ ભાવ આપણા અહંકારને દૂર કરે છે. આપણે દૈનિક જીવનમાં પણ અહંકારનો ત્યાંગ કરીને પોતાની ભૂલો માટે ક્ષમા માંગવામાં મોડું ન કરવું જોઈએ. આ પરંપરાનો મૂળ સંદેશ છે.

ક્ષમાયાચના
મંત્ર-
आवाहनं न जानामि न जानामि विसर्जनम्।
पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर॥
मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन।
यत्पूजितं मया देव! परिपूर्ण तदस्तु मे॥

આ મંત્રનો સરળ અર્થ એ છે કે હે ભગવાન હું બોલાવવાનું નથી જાણતો અને હું વિદાઈ કરવાનું નથી જાણતો. પૂજા કરવાનું પણ નથી જાણતો. કૃપા કરીને મને ક્ષમા કરો. મને મંત્ર યાદ નથી અને ક્રિયા પણ યાદ નથી. હું ભક્તિ કરવાનું નથી જાણતો. યથા સંભવ પૂજા કરી રહ્યો છું, કૃપા કરીને મારી ભૂલોને ક્ષમા કરી આ પૂજાને પૂર્ણતા પ્રદાન કરો. હું ભક્ત છું અને પૂજા કરવા માંગુ છે, તેનાથી ચૂક થઈ શકે છે, ભગવાન મને ક્ષમા કરો. મારો અહંકાર દૂર કરો, હું તમારી શરણમાં છું.