ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની પૂજાનું ખૂબ મહત્વ રહેલું છે

મોટા ભાગના લોકો માને છે કે ધનતેરસએ એક સમૃદ્ધિ ખ્યાતિ અને યશ, વૈભવનો ત્યોહાર છે. આ દિવસે ધન દેવતા જેને કહીએ છીએ કુબેરની પૂજાનું ખૂબ મહત્વ રહેલું છે. ગ્રંથોમાં જણાવ્યા અનુસાર, આ દિવસે આયુર્વેદના દેવતા ધનવંતરી પણ અમ્રુત કળશ સાથે સમુદ્ર મંથન માંથી પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસને ધનવંતરી જયંતિ પણ મનાવવામાં આવે છે.

આ વખતે એવું કહેવાય છે કે, આ દિવસે રાજા હિમની પત્નીએ તેના સંતાનની રક્ષા માટે યમરાજને પ્રાર્થના કરી હતી. માટે આ દિવસે સાંજે યમરાજાને પણ દીવા કરવામાં આવે છે. જેના કારણે યમરાજાના પ્રકોપથી પૂરા પરિવારને બચાવી શકાય છે.

એક માન્યતા અનુસાર, આ દિવસે એટ્લે કે ધન તેરસના દિવસે બજાર માંથી અમુક વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવવામાં આવે છે. જેના કારણે ઘરમાં તેજી આવે છે. અને ક્યારેય ધનની કમી રહેતી નથી. આ વસ્તુઓ લાવવાથી ઘર પરિવારમાં સુખ સંપતી આવે છે. આજે અમે જણાવીશું ધનતેરસના દિવસે ઘરમાં કઈ વસ્તુ ખરીદીને લાવવી જેનાથી તમારો ભાગ્યોદય થાય.

૧. ધનતેરસના દિવસે ભગવાન કુબેરની પૂજાનું ખાસ મહત્વ છે જો તમે અને જો કોઈ આ દિવસે તેમની મુર્તિ ઘરમાં લાવશે અને તેની પૂજા કરશે તો તમને ખૂબ જ લાભ મળશે. તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહી દેખાય ને ધનને લગતી બધી જ સમસ્યાઓ થશે દૂર. પૂજા કર્યા પછી આ મુર્તિને તમે તમારી તિજોરીમાં સ્થાપિત કરો.

૨. તમે ધનતેરસના દિવસ પર જો સોનું, ચાંદી, અથવા મેટલ વસ્તુ કોઈ વસ્તુની ખરીદી કરશો તો તમારી કિસ્મતમાં વૃદ્ધિ થશે. અને એટ્લે જ આ દિવસે ચાંદી અને સોનું અને મેટલના દાગીના ખરીદવા શુભ ગણાય છે. જો આ દિવસે તમે આ વસ્તુઓ ખરીદો છો, તો તમારા ઘરમાં હંમેશા માતા લક્ષ્‍મીનો વાસ રહે છે.

૩. તમે ભગવાન શ્રી ગણેશ અને મહાલક્ષ્‍મીજી મુર્તિને તમારા ઘરે ધનતેરસના દિવસે ખરીદી કરીને લઈ આવો. તમારા ઘરમાં તેના આગમનથી જ ધન આવવાનું શરૂ થશે. એટલા માટે તમે આ દિવસે મુર્તિ ખરીદવાનું ક્યારેય ન ભૂલતા. જો તમે આ દિવસે આ વસ્તુની ખરીદી કરશો તો કાયમ માટે મા લક્ષ્‍મી તમારા ઘરમાં વાસ કરશે. અને ઘરમાં પૈસાની તંગી ક્યારેય રહેતી નથી.

૪. તમે બધા જાણતા જ હશો કે માતા લક્ષ્‍મીને સાવરણીનું પ્રતીક ગણવામાં આવે છે જો તમે ધનતેરસ દિવસ નવી સાવરણી ઘરમાં લઈ આવશો અને દિવાળીના દિવસે સાવરણીની પૂજા કરશો તો એવું માનવામાં આવે છે આ પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરની બહાર જતી રહે છે. અને સાફ સફાઈ વાળા ઘરમાં માતા લક્ષ્‍મીનું આગમન થાય છે.

૫. તમે ધનતેરસના દિવસે ઘરમા શંખની ખરીદી કરો અથવા લઈ આવો. અને દિવાળીની પૂજા દરમિયાન તેને વગાડો. આમ કરવાથી બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશેને માતા લક્ષ્‍મીનું આગમન થશે. શંખને સમૃદ્ધિ અને શાંતિ પ્રતીક માનવામાં આવે છે .

Leave a reply:

Your email address will not be published.

Site Footer