જાણો દેવોના ખજાનચી કુબેર ભંડારી કુબેરેશ્વર મહાદેવ મંદિર વિશે

કુબેર ભંડારી રાવણના મોટા ભાઈ છે. દુનિયામાં એક માત્ર આ મંદિર છે. માન્યતા છે કે અહી સળંગ પાચ અમાસ ભરવાથી દરેક મનોકામના પૂરી થાય છે. કુબેર ભંડારી દેવોના ખજાનચી કહેવાય છે. કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુભગવાન મંદિરમાં બિરાજમાન છે. મહાદેવના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે કુબેરેશ્વર ભંડારી પૂજાય છે. એવી માન્યતા છે કે, લગ્ન પ્રસંગમાં રસોડું શરૂ કરતાં પહેલાં ત્યાં કુબેરનો દીવો પ્રગટાવવામાં આવે છે. જેથી ભંડાર ખૂટતો નથી. 

મંદિરનાં મુખ્ય આકર્ષણ: નર્મદા કિનારે ભવ્ય મંદિર, મંદિરના ગર્ભગૃહમાં અખંડ દીપ, નર્મદા નદીમાં સ્નાન, નર્મદા નદીમાં બોટમાં ફરવાની મજા., મંદિરના સભાખંડમાં બેસીને જાપ કરવા. આ દરેક વસ્તુ મંદિરના મુખ્ય આકર્ષણ છે જેના લીધો ભક્તો અહી ખુબજ આનંદ કરી શકે છે. તેમજ આ મંદિરમાં કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુભગવાન મંદિરમાં બિરાજમાન છે. આ મંદિર માં આરતી દર્શનનો સમય સવારે 7 વાગ્યે અને સાંજે 7  વાગ્યે છે. અહી સવાર સાંજ બે ટાઈમ આરતી થાય છે.

મંદિરમાં દર્શન કરવા જવાનો સમય : સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી દર્શન તથા પૂજન. તેમજ બપોરે 2 કલાકથી રાત્રે 8 કલાક માત્ર દર્શન. અમાસના આગલા દિવસના રાત્રે 12 વાગ્યાથી 24 કલાક સુધી દર્શન. મહાદેવના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે કુબેરેશ્વર ભંડારી પૂજાય છે.

મંદિર સુધી પહોચવાના માર્ગો : વડોદરાથી 33 કિમી દૂર ડભોઇ-તિલકવાડા રોડ ઉપર કરનાળી ગામમાં રેવા (નર્મદા) નદીના કિનારે શ્રી કુબેર ભંડારીનું મંદિર છે. ડભોઇથી 1.7 કિમી દૂર લીમડાપુરા ગામના પાટિયાથી 6 કિમી દૂર કુબેર ભંડારીના મંદિરે જઇ શકાય છે. ગુજરાત સરકાર દ્વારા માત્ર બે ટાઇમ બસની સુવિધા છે. આસપાસનાં શહેરો, ગામડાંઓમાંથી ખાનગી વાહનોમાં લોકો આવે છે. પાર્કિંગની સુવિધા નિઃશુલ્ક છે. મંદિર પરિસરમાં 24 રૂમ છે. જેમાં 6 એ.સી. અને 12 નોન એ.સી. રૂમો છે. 

આ મંદિરની નજીકમાં આવેલા અન્ય મંદિરો :

1).પોઈચાધામ- 14 કિમી
2).લક્ષ્મીનારાયણ મંદિર, માંજલપુર 57 કિમી
3).હરિધામ સોખડા- 72 કિમી

Leave a reply:

Your email address will not be published.

Site Footer