રાવણ ના ત્રણ ભાઈઓમાં કુંભકરણ રાવણથી નાનો અને વિભીષણ થી મોટો હતો. વિશ્રવા મુનીના ત્રણ પુત્રોએ નાનપણથી જ કઠીન તપસ્યા અને બ્રહ્માને પ્રસ્સ્ન્ન કરી લીધા હતા. રાવણ અને કુંભકરણ જન્મથી જ રાક્ષસ જાતિના હતા. એટલા માટે પ્રસન્ન થયેલા બ્રહ્માએ તેને પેહલા સાવધાન કર્યા.
દેવતાઓ એ બ્રહ્માને કહ્યું રાવણ અને વિભીષણને તેણે જો તેણી ઈચ્છા મુજબ વરદાન આપી દીધું તો આખા જગતમાં હાહાકાર થઈ જશે. કુંભ કરણ રાવણથી નાનો હતો, જગતમાં શાંતિ જળવાઈ રહે એટલા માટે કુંભ કરણ ને ગાઢ નિંદ્રામાં સુવડાવવો જરૂરી હતો નહિ તો જગત આખું નષ્ટ થઈ જાત. આ કારણથી બ્રહ્માના કેહવા મુજબ સરસ્વતીએ કુંભકરણની બુદ્ધિ ફેરવી નાખી. પરિણામ સ્વરૂપે કુંભકરણએ ઇચ્છનીય વરદાન માગવા ના બદલે તેણે વધુમાં વધુ સમય સુતા રેહવા નું વરદાન માંગી લીધુ.
બ્રહ્માજી એ કુંભકરણ ને છ મહિના સુધી સુતા રેહવાનું વરદાન આપી દીધું જેથી કુંભકરણ અડધી જિંદગી સુવામાં અને અડધી જાગીને ખાવા પીવામાં અને ઝગડો કરવામાં જ કાઢી નાખતો જેથી જગતમાં શાંતિ જળવાય રહે.
આ કારણથી કુંભકરણ ૬ મહિના સુધી સુતો રહ્યો, દેવતાઓએ આવું બધું એટલા માટે કર્યું કેમકે છ મહિના સુધી કુંભકરણ નિંદ્રામાં હોઈ ત્યાં સુધી જગતમાં શાંતિ જળવાય રહે. તેમ છતાં તે પણ એક સાંકેતિક છે, આનું પ્રતિક એ છે કે રાવણના સહયોગી વધુમાં વધુ સમય સુતા રેહતા હતા અને જો જાગે તો માત્ર ખાવા પીવા અથવા તો ઝગડો કરવા માટે જ. રાવણ અને તેના બધા સહયોગી નો વિનાશ એટલા માટે થયો કે તેને પરમાત્મા દ્વારા આપેલું બહુ મુલ્ય જીવન સુવામાં, ખાવામાં અને ઝગડો કરવામાં જ વ્યર્થ કરી નાખ્યું હતું. કુંભ કરણ વર્ષમાં અડધું વર્ષ સુવામાં કાઢે છે અને અડધું વર્ષ જાગે જે જાગરણનું પ્રતિક છે.
કુંભકરણ જન્મથી જ રાક્ષસ જાતિનો હતો. જો તેને ઇચ્છનીય વરદાન મળી જાત તો તે અને એનો ભાઈ રાવણ જગતનો વિનાશ કરી નાખતા જેથી દુનિયાનું નામો નિશાન ના રહેત. આટલા માટે બ્રહ્માજી એ કુંભકરણ ને છ મહિના સુધી સુતા રેહવાનું વરદાન આપ્યું હતું . જેથી રાવણ અને કુંભકરણ મળીને કોઈ મોટું કાંડ ના કરી શકે અને જગત માં શાંતિ રહે.