क्षत्रियाद्विप्र कन्यायां सूतो भवति जातितः।
वैश्यान्मागध वैदेहो राजविप्राड.गना सुतौ।।
મહાભારતના કર્ણ ફક્ત શુરવીર કે દાની જ ના હતા તે કૃતજ્ઞતા, મિત્રતા, ત્યાગ અને તપસ્યાના પ્રતિમાન પણ હતા. તે જ્ઞાની, દૂરદર્શી, પુરુષાર્થી, અને નીતિજ્ઞ પણ હતા અને ધર્મ્ત્વ સમજતા હતા. કર્ણનું વ્યક્તિત્વ રહસ્યમય છે. કારણ કુંતીના સૌથી મોટા પુત્ર હતા. કુંતીના કુલ ચાર પુત્ર હતા, નકુલ અને સહદેવ માદ્રીના પુત્ર હતા.
कौन्तेयस्त्वं न राधेयो न तवाधिरथः पिता।
सूर्यजस्त्वं महाबाहो विदितो नारदान्मया।।
કુંતી શ્રી કૃષ્ણના પિતા વસુદેવની બહેન હતી. અને ભગવાન કૃષ્ણની ફઈ હતી. મહારાજ કુંતીભોજ સાથે કુંતીના પિતાજીને મિત્રતા હતી. કુન્તીભોજને એક પણ સંતાન ના હતા. તેથી તેણે કુંતીને ખોળે બેસાડી હતી. પહેલા કુંતીનું નામ પૃથા હતું. કુંતીના લગ્ન રાજા પાંડુ સાથે થયા હતા.
રાજા શુરસેનનીપુત્રી કુંતી પોતાના મહેલમાં આવેલ મહાત્માઓ ની સેવા કરતી હતી. એક વાર ત્યાં ઋષિ દુર્વાસા પણ પધાર્યા. કુંતીની સેવાથી પ્રસન્ન થઈને ઋષિએ કહ્યું પુત્રી હું તારી સેવાથી ખુબજ પ્રસન્ન છું. તને એક એવો મંત્ર આપું છુ જેને તું કોઈ પણ દેવતા સામે પ્રગટ કરીશ તો એ પ્રગટ થઇ તારી મનોકામના પૂર્ણ કરશે. આ રીતે કુંતીને એક મંત્ર મળ્યો હતો.
કુંતી
એ સમયે કુંવારી હતી: એક દિવસ કુંતીને મનમાં વિચાર આવ્યો કે આ મંત્રની તપાસ કરું કે
આ મંત કામ કરે છે કે નહિ. તેથી કુંતીએ સુર્યદેવની સામે બેસી આ મંત્રનો જાપ કર્યો.
એજ સમયે સૂર્ય દેવ પ્રસન્ન થયા કુંતી પરેશાન થઇ ગઈ કે હવે શું કરવું.?
સૂર્યદેવે કહ્યું, ‘દેવી, મને જણાવો તમે કઈ વસ્તુની અભિલાષા ઈચ્છો છો. હું એ અવશ્ય પૂર્ણ કરીશ. કુંતીએ જણાવ્યું કે મને તમારી પાસે કોઈ પણ પ્રકારની અભિલાષા નથી. મેં મંત્રની સત્યતા પરખવા માટે જાપ કર્યો હતો. આ સાંભળી સૂર્ય દેવ બોલ્યા, મારું આવવું વ્યર્થના જવું જોઈએ. હું તને અત્યંત પરાક્રમી અનેદાન શીલ પુત્ર નું વરદાન આપું છું. આટલું કહી સૂર્ય દેવ અંતર્ધ્યાન થઇ ગયા. જયારે કુંતી ગર્ભવતી બની ત્યારે શરમના લીધે તેને આ વાત કોઈને ના કહી અને સમય આવ્યો ત્યારે કવચ કુંડળ સાથે એક પુત્ર ઉત્પન્ન થયો અને કુંતીએ તેને રાત્રે ગંગા નદીમાં વહેતો મૂકી દીધો.
તે બાળક ગંગામાં તરતું એક કિનારે જી પહોચ્યું ત્યાં ધૃતરાષ્ટ્રનો સારથી પોતાના ઘોડાન પાણી પીવડાવી રહ્યો હતો. તેની નજર મંજુષામાં રાખેલ બાળક પર પડી. તેણે તે બાળકને ઉઠાવી લીધો. અને પોતાના ઘરે લઇ ગયો. અધિરથ નિઃસંતાન હતો. અને તેની પત્નીનું નામ રાધા હતું. તેને આ બાળકને પોતાના પુત્રની સમાન પાલન પોષણ કર્યું. આ બાળકના કાન ખુબજ સુંદર હતા તેથી તેનું નામ કર્ણ પડ્યું.