લગ્ન કરતી વખતે તમારા પાર્ટનર સાથે ખાસ ક્લિયર કરો આ વાતો… નહિતર થશે પસ્તાવો..

લગન એ એક પવિત્ર બંધન છે અને તે બનેના વિશ્વાસ, સન્માન અને સમર્પણ પર બધાયેલું પવિત્ર બંધન છે.. લગ્ન કરવા એ જિંદગીનો ખુબ જ મોટો નિર્ણય હોય છે. એટલા માટે જયારે તમે તમારા માટે જીવનસાથી ની પસંદગી કરો છો તો ખુબ જ સાવધાની રાખવી પડે છે. તમારી એક નાની એવી ભૂલ તમને મોંઘી પડી શકે છે.

લગ્ન પછી કોઈ પ્રોબ્લેમ ન આવે, એટલા માટે આપણે અમુક જરૂરી વાત લગ્ન પહેલા જ ક્લીયર કરી લેવી જોઈએ. આ કામ માં તમારી સહાયતા માટે અમે તમને પાંચ એવી મહત્વપૂર્ણ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કે તમારે સામે વાળા ને ક્લીયર વાત કરી લેવી જોઈએ. એ પછી કોઈ સમસ્યા નથી થતી. સબંધો માં પરેશાની પણ નથી આવતી. તો ચાલો જાણીએ વિસ્તારથી..

રજામંદી : લગ્ન પહેલા છોકરો અને છોકરી બંને એકબીજા ને ક્લીયર કરી લેવું કે તે મનથી લગ્ન કરવા માંગે છે કે નહિ. કદાચ એવું તો નથી કે આ લોકો પરિવાર ના દબાવ માં આવીને લગ્ન કરી રહ્યા છે. જો એવું થયું તો આ વાત નો ચાન્સ વધારે છે કે લગ્ન પહેલા અથવા પછી તમારો સબંધ બગડી શકે છે. એટલા માટે પાછળ થી પસ્તાવા કરતા પહેલા તમે આ વાત વિશે છોકરા અને છોકરી બંને ને એકલતા માં જરૂર પૂછી લેવું. પછી બીજું આગળ સ્ટેપ લેવું.

લેણદેણ:  દહેજ લેવું અને દેવું ભારત માં ગેર કાયદેસર માનવામાં આવે છે. એટલા માટે આ વાત લગ્ન પહેલા એકદમ સરખી રીતે ચોખવટ કરી લેવી. ખાસ કરીને છોકરી વાળા એ જાણી લેવું કે છોકરા વાળા ને કોઈ માંગ નથી ને. દહેજ સિવાય અન્ય વસ્તુ ની લેણદેણ જેવી કે રસમો સાથે સબંધિત કપડા લેવા દેવા અથવા અમુક સામાન વગેરે જેવી વાત પણ કરી લેવી.

લગ્ન વિશે: લગ્ન માં ઘણા પૈસા ખર્ચ થાય છે. જો તમારી પાસે એટલી મૂડી ન હોય તો વ્યર્થ પૈસા ન બગાડવા. સામે વાળા સાથે પહેલા જ ક્લીયર કરી લેવું કે તમે લગ્ન વધારે ધૂમ ધામથી કરવા માંગો છો અથવા સિમ્પલ અને સાદગી ભરેલા અંદાજ માં. અને સામુહિક વિવાહ અને કોર્ટ મેરેજ પણ એક ઓપ્શન છે.

અભ્યાસ અને જોબ : લગ્ન ના પહેલા તમે છોકરા ની જોબ અને એજ્યુકેશન સાથે સબંધિત ડોકયુમેન્ટ્સ પણ જરૂર જોઈ લેવા. તે કઈ કંપની માં નોકરી કરે છે, એમણે જે સેલરી બતાવી છે તે સાચું છે કે ખોટું, વગેરે પણ તપાસ કરી લેવી.

છોકરી વાળા પણ એ ક્લીયર કરી લેવું કે અમારી છોકરી લગ્ન પછી અભ્યાસ અથવા જોબ કરવા ઈચ્છે તો સસુરાલ વાળા ને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. છોકરા છોકરી ની જોબ ને લઈને બંને ની સીટી લોકેશન શું હશે, એ પણ પહેલા ક્લીયર કરી લેવું. ઘણી વાર અલગ અલગ શહેરો માં નોકરી હોવા ના કારણે સબંધી અને કરિયર બંને ખરાબ થઇ જાય છે.

કામકાજ અને વ્યવહાર : જો તમારા ઘરમાં માં થી કામ નથી થતું તો તમે લગ્ન કરતા પહેલા એ પણ ક્લીયર કરી લેવું કે છોકરી ને શું શું કામ કરવાનું આવડે છે અને તે લગ્ન પછી આ કામ કરવાથી ના તો નહિ કરે. એની સાથે જ છોકરા અને છોકરી નો વ્યવહાર ની તપાસ પણ લગ્ન પહેલા ક્લીયર કરી લેવી જોઈએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer