લગ્ન દરમિયાન પંડિત ઘણા પ્રકારની રસ્મો અને મંત્ર બોલે છે. આ રસ્મોને છોકરા અને છોકરી અગ્નિને સાક્ષી માનીને 7 ફેરા લે છે. આ 7 ફેરા કરાવતી વખતે પંડીતો 7 વચનોને સંસ્કૃત ભાષામાં બોલે છે. ચલો જાણીએ લગ્ન દરમિયાન લેવાતા 7 ફેરાનો મતલબ અને મહત્વ.
૧. तीर्थव्रतोद्योपन
यज्ञकर्म मया सहैव प्रियवयं कुर्याय वामांगमायामि
तदा त्वदीयं ब्रवीति वाक्यं प्रथमं कुमारी !!
અર્થ: જો તમે લગ્ન બાદ કોઇ વ્રત ઉપવાસ અથવા
કોઇ ધાર્મિક સ્થાન પર જાવ તો તમે મને પણ તમારી સાથે લઇને જાવ, જો તમે મારી વાતોથી સહમત છો તો હું
તમારી સાથે જીવવા તૈયાર છું.
૨. पुज्यौ यथा स्वौ
पितरौ ममापि तथेशभक्तो निजकर्म कुर्या:,
वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं द्वितीयम !!
અર્થ: તમે જે રીતે તમારા માતા પિતાનું સમ્માન
કરો છો, એવી જ
રીતે મારા માતા પિતાનું પણ સમ્માન કરશો. પરિવારની મર્યાદાનું પાલન કરશો. જો તમે આ
વાતનો સ્વીકાર કરો છો તો મને તમારા વામંગ આવવાનું સ્વીકાર્ય છે.
૩. जीवनम अवस्थात्रये
मम पालनां कुर्यात,
वामांगंयामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं तृ्तीयं !!
અર્થ: ત્રીજા વચનમાં કન્યા પોતાના વરને કહે
છે કે તમે મને વચન આપો કે જીવનની ત્રણ અવસ્થાઓમાં મારી સાથે ઊભા રહેશો. મારી
વાતોનું પાલન કરતા રહેશે, તો જ હું
તમારા વામાંગમાં આવવા તૈયાર છું.
૪. कुटुम्बसंपालनसर्वकार्य
कर्तु प्रतिज्ञां यदि कातं कुर्या:,
वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं चतुर्थं !!
અર્થ: કન્યા ચોથા વચનમાં એવું માંગે છે કે
અત્યાર સુધી તમે ઘર પરિવારની ચિંતાથી મુક્ત હતા. પરંતુ હવે તમે જ્યારે લગ્નના
બંધનમાં બંધાવવા જઇ રહ્યા છો તો તમારે તમારી જવાબદારીઓને સારી રીતે નિભાવવી પડશે.
જો તમે મારી વાતથી સહમત છો તો હું તમારી સાથે આવવા તૈયાર છું. આ વચનથી એવું જાણવા
મળે છે કે પુત્રના લગ્ન ત્યારે કરો જ્યારે એ એના પગ પર ઊભો હોય.
૫. स्वसद्यकार्ये
व्यवहारकर्मण्ये व्यये मामापि मन्त्रयेथा,
वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: पंचमत्र कन्या !!
અર્થ: આ વચનમાં કન્યા પોતાના વરને કહે છે કે
જો તમે તમારા ઘર પરિવારની લેણદેણમાં મારું પણ મંતવ્ય હોય તો હું તમારા વામાંગમાં
આવવાનો સ્વીકાર કરું છું.
૬. न मेपमानमं सविधे
सखीनां द्यूतं न वा दुर्व्यसनं भंजश्चेत,
वामाम्गमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं च षष्ठम !!
અર્થ: કન્યા કહે છે જો હું મારી બહેનપણીઓ
સાથે બેસીને થોડો સમય પસાર કરું છું તો તમે એ સમયે મારું કોઇ પણ પ્રકારનું અપમાન
કરશો નહીં. સાથે જ તમારે જુગારની લતખી પોતાને દૂર રાખવા પડશે. જો તમે અમારી વાતોને
માનો છો તો હું તમારી સાથે આવવા તૈયાર છું.
૭. परस्त्रियं मातृसमां
समीक्ष्य स्नेहं सदा चेन्मयि कान्त कुर्या,
वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: सप्तममत्र कन्या !!
અર્થ: છેલ્લા વચનમાં કન્યા કહે છે કે તમે
પારકી મહિલાઓને માતા અને બહેન સમાન માનશો તથા પતિ પત્નીના પ્રેમની વચ્ચે ત્રીજી
કોઇ વ્યકિતેન જગ્યા આપશો નહીં.