આ છે લગ્નના સાત અણમોલ વચન: લગ્ન સમયે પતિ પત્ની અગ્નિને સાક્ષી માનીને એક બીજાને સાત વચન આપે છે. જેનું દામ્પત્ય જીવનમાં ખુબજ મહત્વ હોય છે. આજે પણ જો તેના મહત્વને સમજવામાં આવે તો વૈવાહિક જીવનમાં આવનાર ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. લગ્ન સમયે પતિ દ્વારા પત્નીને આપવામાં આવેલ સાત વચનોનું મહત્વ જોઇને અહી તેમની પૂરી માહિતી આપવામાં આવેલ છે.
तीर्थव्रतोद्यापन यज्ञकर्म मया सहैव प्रियवयं कुर्या:। वामांगमायामि तदा त्वदीयं ब्रवीति वाक्यं प्रथमं कुमारी!। (અહી કન્યા વરને કહે છે કે જો તમે ક્યારેય તીર્થ યાત્રા માં જશો તો મને પણ પોતાની સાથે લઈને જજો. જો તમે આ વચનનો સ્વીકાર કરો છો તો હું તમારા વામાંન્ગમાં આવવા તૈયાર છુ)
કોઈ પણ પ્રકારના ધાર્મિક કાર્યની પૂરતા માટે પતિની સાથે પત્નીનું હોવું જરૂરી છે. પત્ની દ્વારા આ વચનના માધ્યમથી ધાર્મિક કાર્યોમાં પત્નીનો સાથ અને મહત્વ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
पुज्यो यथा स्वौ पितरौ ममापि तथेशभक्तो निजकर्म कुर्या:। वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं द्वितीयम!! (બીજા વચનમાં કન્યા કહે છે જે રીતે તમે પોતાના માતા પિતાનું સમ્માન કરો છો, તેવીજ રીતે મારા માતા પિતાનું પણ સમ્માન કરજો તો હું તમારા વામાંન્ગમાં આવવા તૈયાર છું)
આ વચન દ્વારા કન્યાની દુર દ્રષ્ટિનો આભાસ થાય છે, ઉપરોક્ત વચનને ધ્યાનમાં રાખતા વરે પોતાના સાસરિયા પક્ષ સાથે સારો વ્યવહાર કરવાનો રહે છે.
जीवनम अवस्थात्रये पालनां कुर्यात। वामांगंयामितदा त्वदीयं ब्रवीति कन्या वचनं तूतीयं!! ત્રીજા વચનમાં કન્યા કહે છે કે તમે મને એ વચન આપો કે જીવનની તરે અવસ્થામાં મારું પાલન કરજો, હું તમારા વામાંન્ગમાં આવવા તૈયાર છું.
कुटुम्बसंपालनसर्वकार्य कर्तु प्रतिज्ञां यदि कातं कुर्या: । वामांगमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं चतुर्थ:।। (કન્યા ચોથા વચનમાં એ માંગે છે કે આજ સુધી તમે ઘર પરિવારની ચિંતા થી મુક્ત હતા, હવે જયારે તમે લગ્ન કરવા જી રહ્યા છો ત્યારે ભવિષ્યમાં પુરા પરિવારની જવાબદારી તમારા પર આવી જશે. જો તમે આ જવાબદારી પૂરી કરવાનું વચન આપો તો હું તમારા વામાંન્ગમાં આવવા તૈયાર છુ)
આ વચનમાં કન્યા વરને ભવિષ્યમાં તેની જવાબદારી પ્રત્યે જાગૃત કરે છે, આ વચન દ્વારા એ પણ સ્પષ્ટ થાય છે કે પુત્રના લગ્ન ત્યારેજ કરવા જોઈએ જયારે તે પોતાના પગ પર ઉભો થઇ જાય અને પૂર્તિ માત્રામાં કમાવા લાગે.
स्वसद्यकार्ये व्यहारकर्मण्ये व्यये मामापि मन्त्रयेथा । वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: पंचमत्र कन्या!! ( આ વચનમાં કન્યા કહે છે, કે પોતાના ઘરના કાર્યોમાં, લેણ-દેણ માં અથવા અન્ય કોઈ ખર્ચ કરતી વખતે મને પણ તેના વિશે બધુજ કહેશો તો હું તમારા વામાંન્ગમાં આવવાનું સ્વીકારું છું.)
આ વચન પૂરી રીતે પત્નીના અધિકારોને રેખાંકિત કરે છે. હવે કોઈ પબન કાર્યને કરતા પહેલા પત્ની સાથે વાત ચિત કરવામાં આવે તો તેનાથી પત્નીનું સમ્માન વધે છે, સાથે તેમના અધિકારો સંતોષાય છે.
न मेपमानमं सविधे सखीना द्यूतं न वा दुर्व्यसनं भंजश्वेत। वामाम्गमायामि तदा त्वदीयं ब्रवीति कन्या वचनं च षष्ठम!! (કન્યા કહે છે કે જો હું પોતાની સહેલીઓ અથવા અન્ય સ્ત્રીઓની સાથે બેઠી હોય, ત્યારે તમે બધાની સામે કોઈ પણ કારણથી ક્યારેય મારું અપમાન નહિ કરો, જો તમે જુગાર કે કોઈ પણ જાતના વ્યસનથી પોતાની જાતને દુર રાખશો તો જ હું તમારા વામાંન્ગમાં આવવાનું સ્વીકારીશ.)
परस्त्रियं मातूसमां समीक्ष्य स्नेहं सदा चेन्मयि कान्त कूर्या। वामांगमायामि तदा त्वदीयं ब्रूते वच: सप्तमत्र कन्या!! (છેલ્લા વચનના રૂપમાં કન્યા એ વચન માંગે છે કે તમે પર સ્ત્રીને માતા સમાન સમજશો અને પતિ-પત્નીના વચ્ચેના પ્રેમની વચ્ચે બીજા કોઈને ભાગીદાર ના બનાવવા જોઈએ.
જો તમે આ વચન મને આપો તો હું તમારા વામાંન્ગમાં આવવાનું સ્વીકારું છું.) આ વચનના માધ્યમથી કન્યા પોતાના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરે છે.