ટીવીની ધમાકેદાર સિરિયલ ‘અનુપમા’એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર બાકી રાખી નથી. આ દિવસોમાં શોના ટ્રેકે પણ તોફાનની જેમ તેની ટીઆરપી વધારી છે.
પાખી અને અધિકના નાટકએ માત્ર અનુપમા અને અનુજના જીવનમાં હલચલ મચાવી નથી પરંતુ પ્રેક્ષકોનો ઉત્સાહ પણ વધાર્યો છે. આગલા દિવસે, રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના અભિનીત ‘અનુપમા’ માં, એવું બતાવવામાં આવ્યું હતું કે બરખા, અધિક અને પાખી પર તેની નારાજગી વ્યક્ત કરે છે
અને પાખીને ચેતવણી આપે છે કે તેના લગ્ન છ મહિના સુધી ચાલશે. તે વધારે ચાલી શકશે નહીં.બીજી તરફ અનુપમા પણ ડરથી પરેશાન થઈ જાય છે.પણ ‘અનુપમા’માં આવતા ટ્વિસ્ટ અને ટર્ન્સ અહીં પૂરા થતા નથી.
‘અનુપમા’માં આગળ બતાવવામાં આવશે કે અનુપમા પાખીની ચિંતામાં રડે છે.તે અનુજને રડતાં રડતા કહે છે કે પાખીના લગ્ન થઈ ગયા છે, પરંતુ લગ્ન એક મોટી જવાબદારી છે. તે અનુજને અધિકએ જે જવાબદારી લીધી છે તેના વિશે પણ પ્રશ્ન કરે છે, પરંતુ શું અધિક પર વિશ્વાસ કરી શકાય કે નઈ?? બીજી તરફ, અધિક અને પાખી તેમના લગ્નના સેલિબ્રેશનમાં વ્યસ્ત છે.
પાખી અનુપમા સામે આજીજી કરશે: અનુપમા પાખીને તેની ભૂલની માફી આપવા માટે તૈયાર નથી. આ સાથે, તે તેની સાથે વાત પણ નથી કરતી, જેના વિશે તે અનુપમાની સામે આજીજી કરવા લાગે છે.તેં અનુપમાને કહે છે કે મને માફ ન કરો,પણ એકવાર થોડી તો વાત કરો. પાખીના શબ્દોથી અનુપમાનું હૃદય પીગળી જાય છે, તે પાખી ને તેના ગળે લગાડી દેં છેં..
રૂપાલી ગાંગુલી અભિનિત મનોરંજનથી ભરપૂર અનુપમા આગળ બતાવશે કે બરખા શક્ય તેટલી સચ્ચાઈ બહાર લાવવાનો પ્રયાસ કરશે.તેં અધિકને પૂછશે કે હું તારી રગે રગથી વાકેફ છું અને હું જાણું છું કે તેં પાખી નોં યુઝ કરવા માટે તેં પાખી સાથે લગ્ન કર્યા છે.
બરખાના શબ્દોથી પરેશાન થઈને અધિક બરખા સામે સત્ય કહી દેં છેં અને બોલે છેં કે , “હા, મેં તેનો ફાયદો ઉઠાવવા માટે જ તેની સાથે લગ્ન કર્યા છે.” બરખા તેની આ વાતો રેકોર્ડ કરી દેં છે..