ઋષિ-મુનિઓ શા માટે પહેરતા હતા લાકડાના ચપ્પલ?

પાદુકા કે ખડાઉનું ચલણ ઘણા સમય પહેલાં હતું. પ્રાચીન સમયમાં સાધુ-સંતો ખડાઉ(લાકડાના ચપ્પલ) પહેરતાં હતાં. પગમાં લાકડાના ખડાઉ પહેરવા પાછળ પણ આપણા સાધુ-સંતોની વિચારસરણી પૂર્ણતઃ વૈજ્ઞાનિક હતી. ગુરુત્વાકર્ષણનો જે સિદ્ધાંત વૈજ્ઞાનિકોએ પાછળતી અર્વાચીન કાળમાં પ્રતિપાદિત કર્યો તેને આપણા ઋષિ-મુનિઓએ ઘણા સમય પહેલાં જ સમજી લીધો હતો. યજુર્વેદમાં અનેક જગ્યાએ લાકડાની પાદુકાઓનો પણ ઉલ્લેખ મળે છે.

લાકડાના ચપ્પલ અનેક બીમારીઓથી બચાવે છે-

1-શરીરમાં પ્રવાહિત થઈ રહેલી વિદ્યુત તરંગો ગુરુત્વાકર્ષણને લીધે પૃથ્વી દ્વારા અવશોષિત કરી લેવામાં આવે છે. પ્રાચીનકાળમાં આ જૈવિક શક્તિને બચાવવા માટે સાધુ-સંતોએ પગમાં ખડાઉ પહેરવાની પ્રથા શરૂ કરી.

2. શરીરની વિદ્યુત તંરંગોનો પૃથ્વીની અવશોષણ શક્તિની સાથે સંપર્ક ન થઈ શકે એટલા માટે લાકડાના ચપ્પલ પહેરવામાં આવતાં હતાં.

3-ખડાઉ અર્થાત્ લાકડાના ચપ્પલ પહેરવાનો સૌથી મોટો લાભ એ છે કે તે શરીરમાં રક્ત સંચારને સુચારુ રીતે ચલાવે છે.

4-ખડાઉ પહેરવાથી માનસિક અને શારીરિક થાક દૂર થાય છે. તે પગની માંસપેશીઓને મજબૂત બનાવે છે અને કરોડરરજ્જૂના હાડકાં સીધા રાખવામાં મદદ મળે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer