લાખા મંડળ ગામમાં દુર્યોધને બનાવ્યો હતો લાક્ષાગૃહ…

મહાભારત માં જયારે યુધિષ્ઠરને યુવરાજ ઘોષિત કરવામાં આવ્યો તો દુર્યોધનને આ વાત બિલકુલ પસંદ ના આવી. તેને ઈર્ષાના કારણે પાંડવોને મારવા માટે લાક્ષાગૃહ બનાવડાવ્યું હતું. દુર્યોધને છલ કરી પાંડવોને માતા કુંતી સાથે ભ્રમણ પર મોકલી દીધા હતા. અને વિશ્રામ કરવા માટે લાક્ષાગૃહ માં જવા કહ્યું હતું. લાક્ષાગૃહ મીણ, લાખ વગેરે વસ્તુઓ થી બનેલ હતું, દુર્યોધને આ ભવનમાં પાંડવોને બાળીને મારી નાખવાનો પ્લાન હતો. પરંતુ વિદુરે આ બાબતે પાંડવોને સમય રહેતા ચેતવી દીધા હતા અને દુર્યોધનની આ ચાલ નિષ્ફળ રહી હતી.

જાણો આની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો:-

આમ તો લાક્ષાગૃહ બળીને ખાખ થઇ ગયો હતો, પરંતુ આજે પણ એ જગ્યા છે, જ્યાં દુર્યોધને લાખનો મહેલ બનાવ્યો હતો. ઉત્તરાખંડમાં લાખામંડલ ની પ્રાચીન ગુફા છે. માન્યતા છે કે અહી દુર્યોધને મહેલ બનાવ્યો હતો જેનું નામ હતું લાક્ષાગૃહ. આ જગ્યા દેવભુમીના નામથી ઓળખાય છે.

ઉત્તરાખંડના દેહરાદુન જીલ્લાના જોનસર બાવાર ક્ષેત્રમાં આ ગામ આવેલ છે. આ જગ્યા દહેરાદુન થી ૧૩૦ કિલોમીટર દુર આવેલ છે. લાખામંડલ ગામમાં પ્રાકૃતિક સુંદરતા ની વચ્ચે યમુના નદીના કિનારે આવેલ છે. આ સ્થાન ગુફાઓ અને શિવ મંદિરના પ્રાચીન અવશેષો થી ઘેરાયેલ છે.

અહી માનવામાં આવે છે કે લાક્ષાગૃહ, લખામંડળ ની આજુ બાજુ જ નિર્મિત થયું હતું. મહાભારત માં જણાવ્યા અનુસાર જયારે લાક્ષાગૃહ ને બાળી નાખ્યું હતું. અને ત્યારે પાંડવો એ એક સુરંગની મદદ થી પોતાના પ્રાણની રક્ષા કરી હતી. એ સુરંગ એક ગુફા ની પાસે આવેલ છે. એ ગુફા હજી લખામંડળ ની પાસે આવેલ છે. 

અહી છે પ્રાચીન શિવલિંગ:

અહી શિવજીનું એક પ્રાચીન મંદિર છે. આ મંદિરનો મુખ્ય આકર્ષણ ગ્રેફાઈટથી બનેલ શિવલિંગ છે. આ ક્ષેત્રમાં કરેલ ખોદકામમાં વિભિન્ન આકાર ના અને જુના સમય ના ઘણા શિવલિંગ મળે છે. ક્ષેત્રમાં પ્રચલિત માન્યતા અનુસાર શિવલીંગની સ્થાપના અજ્ઞાતવાસ ના સમયે ધર્મરાજ યુધિષ્ઠિરે કરી હતી.  

Leave a reply:

Your email address will not be published.

Site Footer