દિવાળી પછી પાંચમ પર અહિયાં મેળા ના દિવસે મંદિર માં આવનારા ભક્ત માતા પાસે થી મન્નત માંગતા સમયે ઝાડ પર ચંપલ બાંધે છે. મંદિરો માં ભગવાન અને દેવતાઓ ને ખુશ કરવા માટે ફળ અને ફૂલ ચઢાવે છે. પરંતુ શું તમે ક્યારે એવા મંદિર વિશે સાંભળ્યું છે જ્યાં ચંપલ ચઢાવવામાં આવતા હોય?
કર્નાટક ના કલબુર્ગી જીલ્લા ની આલંદ તહસીલ ના ગોળા ગામ માં લકમ્મા દેવી ના મંદિર માં એવું જ થાય છે. એટલું જ નહિ, આ મંદિર ની ઘણી વિશેષતાઓ છે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. આ અનોખું મંદિર કર્નાટક રાજ્ય ના ગુલબર્ગ જીલ્લામાં સ્થિત છે.
ચઢાવે છે ચંપલો ની માળા દિવાળી પછી પાંચમ પર અહિયાં મેળા ના દિવસે મંદિર માં આવનારા ભક્ત માતા પાસે મન્નત માંગતા સમયે ઝાડ પર ચંપલ બાંધે છે. એના પછી જે લોકો ની માન્યતાઓ પૂરી થઇ જાય છે તે મંદિર માં જઈને દેવી ને ચંપલો ની માળા ચઢાવે છે.
એની પાછળ માન્યતા છે કે મેળા ની રાતે દેવી માં ઝાડ પર બંધી ચંપલો ને પહેરી ને જાય છે અને એમના ભક્તો ની મન્નતો પૂરી કરે છે. મંદિર ની કથા ગામ વાળા નું કહેવું છે કે દેવી માં એક વાર ગામ ના પહાડી પર રહેતી હતી, ત્યારે દુત્તારા ગામ ના દેવતા ની નજર દેવી માં પર પડી.
એના પછી દુત્તારા ગામ ના દેવતા એ એનો પીછો કરવાનું શરુ કરી દીધું. દેવી માં એ એનાથી બચવા માટે એમના માથા ને જમીન માં ઘંસી લીધું હતું. માન્યતા છે કે લકમ્મા દેવી નું મંદિર એ સ્થાન પર બનાવેલું છે. માતા ની મૂર્તિ ને એ વ્યવસ્થામાં રાખવામાં આવ્યું છે અને લોકો આજે પણ દેવી માં ની પીઠ ની પૂજા કરે છે.
ખરાબ શક્તિઓ થી થાય છે રક્ષા. અહિયાં ના પુજારી મુસ્લિમ છે. મુસ્લિમ પરિવાર ના લોકો એમની સ્વેચ્છાથી આ મંદિર ના પુજારી બને છે. એની પાછળ કોઈ તર્ક અથવા કહાની નથી. તે વર્ષો થી આ પરંપરા ને નિભાવી રહ્યા છે. તેથી આ મંદિર માં ઘણા મુસલમાન પણ પૂજા કરવા માટે આવે છે.