LPG સીલીન્ડર આ રીતે કરાવો બુક, મળશે 2700 રૂપિયા કેશબેક અને બીજા પણ લાભ, જાણી લો આ ફાયદાની વાત…

રસોઈ ગેસની વધતી મોંઘવારી વચ્ચે તમારા માટે સારા સમાચાર છે. હવે તમે સસ્તામાં LPG સિલિન્ડર બુક કરાવી શકો છો. વાસ્તવમાં, એક ખાસ ઓફર હેઠળ, તમે LPG સિલિન્ડરના બુકિંગ પર 2700 રૂપિયાનો બમ્પર ફાયદો થઈ શકે છે. આ ઑફરમાં તમને બીજી ઘણી ઑફર્સ અને લાભો મળશે.

આ નફા માટે તમારે વધુ કઈ નહિ પણ ફક્ત ‘Paytm’ દ્વારા જ ગેસ બુક કરવવાનો છે. તો ચાલો જાણીએ તમને કઈ કઈ ઑફર્સ મળી રહી છે અને આ ઑફર્સનો લાભ લેવા માટે શું કરવું પડશે.

આ ખાસ ઓફર હેઠળ, જો તમે Paytmથી LPG સિલિન્ડર બુક કરાવો છો, તો તમને 2,700 રૂપિયાનો સીધો ફાયદો મળશે. વાસ્તવમાં Paytm એ LPG સિલિન્ડરના બુકિંગ પર કેશબેક અને અન્ય ઘણા ઇનામોની જાહેરાત કરી છે.

Paytm એ 3 pay 2700 cashback offer નામની સ્કીમ શરૂ કરી છે. નવા યુઝર્સ આ ઓફરનો લાભ લઈ શકશે. જેમાં તેમને સતત ત્રણ મહિનાના પ્રથમ બુકિંગ પર 900 રૂપિયા સુધીનું સુનિશ્ચિતનું કેશબેક મળશે.

આ ઓફરમાં નિયમો અને શરતો પણ છે. આ કેશબેક ફક્ત તે ગ્રાહકોને જ મળશે જેમણે પ્રથમ વખત એલપીજી સિલિન્ડર બુક કરાવે છે. દર મહિને ત્રણ ગેસ સિલિન્ડર બુક કરાવવા પર તમને પહેલી બુકિંગ પર 900 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ કેશબેક ત્રણ મહિના માટે ઉપલબ્ધ રહેશે. આ કેશબેક 10 રૂપિયાથી 900 રૂપિયા સુધીની હોઈ શકે છે.

આ ઉપરાંત, Paytm વર્તમાન યુઝર્સને દરેક બુકિંગ પર નિશ્ચિત ઇનામો અને 5000 સુધીના કેશબેક પોઈન્ટ્સ પણ ઓફર કરશે જે ટોપ બ્રાન્ડ્સની શ્રેષ્ઠ ડીલ્સ અને ગિફ્ટ વાઉચર માટે રિડીમ કરી શકાય છે. Paytm એ પણ થોડા સમય પહેલા તેની એપમાં એક નવું ફીચર ઉમેર્યું છે. જેમાં યુઝર્સ સિલિન્ડર બુક કર્યા બાદ તેની ડિલિવરી પણ ટ્રેક કરી શકે છે. આ સિવાય ફોન પર સિલિન્ડર ભરવાનું રિમાઇન્ડર પણ આવશે.

આવી રીતે મળશે કેશબેક
1. આ માટે તમે સૌથી પહેલા Paytm એપ ડાઉનલોડ કરો
2. આ પછી સિલિન્ડર બુકિંગ પર જાઓ. પછી તમારી ગેસ એજન્સી પસંદ કરો. આમાં, તમે ત્રણ વિકલ્પો જોશો – ભારત ગેસ, ઇન્ડેન ગેસ અને એચપી ગેસ.
3. આ પછી તમારો રજિસ્ટર્ડ નંબર અથવા LPG ID અથવા ગ્રાહક નંબર દાખલ કરો.
4. આ માહિતી ભર્યા પછી, તમે Proceed ના બટનને દબાવીને પેમેન્ટ કરી શકો છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer