જે વ્યક્તિ કરે છે માં બગલામુખી ધામની યાત્રા, આ વિધિથી પૂજા કરવા પર સાક્ષાત દર્શન આપે છે માતા

હિંદુ ધર્મમાં તીર્થ યાત્રા નું ખુબજ મહત્વ દર્શાવેલ છે. કહેવાય છે કે સિદ્ધ ક્ષેત્રોમાં સ્થાપિત દેવી શક્તિઓ ના દર્શન અને વિધિવત પૂજા આરાધના કરવાથી જન્મ જન્માંતરના પાપ નાશ પામે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ બગલા મુખી ધામ ની તીર્થ યાત્રા ની. ભારતમાં બગલા મુખી માતાના સિદ્ધ મંદિર ઘણી જગ્યાએ આવેલ છે. અને શ્રદ્ધાળુઓ ત્યાં ખુબજ ભાવ પૂર્વક આવે છે. આ વિધિથી પૂજા કરવાથી થાય છે દરેક મનોકામના પૂર્ણ.

ભગવાન વિષ્ણુના આહ્વાન પર સરોવર થી ઉત્પન્ન થતી  માં ભગવતી બગલામુખી ની સાધના કરવાથી સાધક ની બધીજ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. માં બગલામુખીના પૂજનમાં પીળી વસ્તુઓનું ખુબજ મહત્વ છે. માતાના વસ્ત્રો પીળા રંગના જ હોય છે. અને તેના મંત્રોનો જાપ કરવા માટે પણ હળદરની પીળી માળા નો જ ઉપયોગ કરવામાં આવે છે.

પૂજામાં આ નિયમોનું પાલન અનિવાર્ય છે. જો આ નિયમો અનુસાર સાધના કરવામાં આવે તો માં બગલામુખી ની કૃપા થી સાધક ની દરેક ઈચ્છાઓ માતા પૂરી કરે છે.

૧. પૂર્ણ રીતે બ્રહ્મચર્ય નું પાલન કરવું.

૨. પૂજા કરતી વખતે પીળા વસ્ત્રો જ ધારણ કરવા.

૩. સાધક ગળ્યું અને મીઠા વિનાનું ભોજન લઈને ઉપવાસ કરે, અથવા ફક્ત ફળાહાર કરી શકે.

૪. માતાના વિશિષ્ટ મંત્રોની જાપ રાત્રે ૧૦ થી સવારે ૪ વાગ્યાની વચ્ચે કરવો.

૫. જ્યાં સુધી પૂજા કરો ગાયના ઘી નો ઉપયોગ જ કરવો. અને દીવાની વાત ને હળદર વળી પીળી કરી પછી ગાયનું ઘી નાખી પ્રગટાવવી.

૬. માં બગલામુખી ના ૩૬ અક્ષર વાળા મંત્રનો જાપ કરવો સૌથી શ્રેષ્ઠ અને ફળદાયી છે.

પ્રભાવશાળી મંત્ર જાપ અને પૂજા વિધિ:

જમણા હાથમાં જળ લઈને આ મંત્રનું ઉચ્ચારણ કરવું, મંત્ર પૂરો થઈ જાય એટલે જળ નીચે ધરતી પર છોડી દેવું.

મંત્ર :
अस्य : श्री ब्रह्मास्त्र-विद्या बगलामुख्या नारद ऋषये नम: शिरसि ।
त्रिष्टुप् छन्दसे नमो मुखे । श्री बगलामुखी दैवतायै नमो ह्रदये ।
ह्रीं बीजाय नमो गुह्ये । स्वाहा शक्तये नम: पाद्यो: ।
ॐ नम: सर्वांगं श्री बगलामुखी देवता प्रसाद सिद्धयर्थ न्यासे विनियोग: ।

જમણા હાથમાં પાણી, ચોખા, ફૂલ, હળદર, કંકુ તેમજ નિવેદ વગેરે લઈને નીચે આપેલા મંત્ર નું ઉચ્ચારણ કરતા માં બગલામુખીનું આહ્વાન કરવું.

મંત્ર:
ॐ ऐं ह्रीं श्रीं बगलामुखी सर्वदृष्टानां मुखं स्तम्भिनि सकल मनोहारिणी अम्बिके इहागच्छ सन्निधि कुरू सर्वार्थ साधय साधय स्वाहा ।

ઘ્યાન:

આહ્વાન બાદ બંને હાથ જોડીને અ મંત્ર બોલીને શ્રદ્ધા પૂર્વક આજ્ઞા ચક્ર અથવા હદય માં માતાનું ધ્યાન કરવું.

મંત્ર:

सौवर्णामनसंस्थितां त्रिनयनां पीतांशुकोल्लसिनीम्
हेमावांगरूचि शशांक मुकुटां सच्चम्पकस्रग्युताम् ।
हस्तैर्मुद़गर पाशवज्ररसना सम्बि भ्रति भूषणै
व्याप्तांगी बगलामुखी त्रिजगतां सस्तम्भिनौ चिन्तयेत् ।।

ઉપરોક્ત ક્રમ પૂરો થઇ જાય એટલે શાંત ચિત્ત, એક આસન પર બેસીને નીચે આપેલ ૩૬ અક્ષરો વાળા માં બગલામુખીના મંત્ર નો તુલસી અથવા સ્ટફીક ની માળા થી જપ કરવો. જાપ પુરા થવા પર પુર્ણાહુતી ના રૂપમાં જાપનો દશાંશ યજ્ઞ અને દશાંશ તર્પણ કરાવવું પણ ખુબજ આવશ્યક છે.
જપ મંત્ર :

ह्रीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभय जिह्ववां कीलय बुद्धि विनाशय ह्रीं ॐ स्वाहा ।

Leave a reply:

Your email address will not be published.

Site Footer