માતા કલીન્કાનું શક્તિપીઠ જે તેના રહસ્ય અને ચમત્કારો માટે દુનિયાભર માં પ્રસિદ્ધ છે

ઉત્તરાખંડને ચમત્કારોની ધરતી તેમજ દેવભૂમિ માનવામાં આવે છે. કહેવાય છે કે ઉત્તરાખંડ ના બધા મંદિરમાં તમને કોઈ નવો ચમત્કાર જોવા મળે છે. અહિયાં મંદિરોમાં એક અલગ જ અદભૂત શક્તિઓ પ્રવાહ કરે છે, માનો કે જેમા સાક્ષાત માં અહી રહે છે.

એવું જ એક શક્તિપીઠ છે માં કલીન્કાનું જે તેના રહસ્ય અને ચમત્કારો માટે દુનિયાભર માં પ્રસિદ્ધ છે. અહિયાં દેવી પોતે ભક્તો ની વચ્ચે આવે છે અને એની મનોકામનાઓ સાંભળે છે. માં કાળીના આ મંદિરમાં થઇ રહ્યા છે ચમત્કારો, જો તમે તમારી આંખોથી જોવો તો તમે પોતાના પર વિશ્વાસ કરી શકશો નહિ. માં ના આ દરબારમાં સાચા દીલથી મનોકામના લઈને જવા વાળા ક્યારેય ખાલી હાથે આવતા નથી. મંદિરને લઈને કહેવામાં આવે છે કે અહિયાંમાં કાળી પોતે તમારી મનોકામના બતાવે છે. એની સાથે જ મોંકા પર તમારી મનોકામનાનું સમાધાન પણ કરી દે છે.

અહિયાં છે આ અદભૂત મંદિર :

અમે જે મંદિર ની વાત કરતા હતા તે દેવી માં નું આ મંદિર અદભૂત મંદિર ટિહરી ના બટખેમ ગામ માં સ્થિત છે. માં કલીન્કાના મંદિર તેના ચમત્કારો માટે દુનિયાભરમાં લોકપ્રિય છે. પૂરી દુનિયાથી લોકો અહિયાં એમના મનની વાતો લઈને આવે છે. અહિયાં મંદિરમાં મહાકાળીની ડોલી ભક્તોની મનોકામનાને દીવાલ લખે છે. તેના પછી તરત જ માં દ્વારા ભક્તોની સમસ્યાનું સમાધાન પણ એ જ દીવાલ પર લખે છે. આ માતાનો ચમત્કાર નથી તો શું છે. માન્યતાઓને અનુસાર એ પણ કહેવાય છે કે દેવીના પશ્વા એના હાથો પર સુકાયેલા ચોખા નાખે છે અને તરત જ હરિયાળી માં બદલાય જાય છે. કહેવામાં આવે છે કે અહિયાં દેવી સાક્ષાત અહિયાં ભક્તોનો અવાજ સંભળાય છે. એવો ચમત્કાર ક્યારેક જ દુનિયામાં જોયો હશે.

નિસંતાન દંપતીઓને મળે છે સંતાન સુખ :

આ મંદિરની વિશે એક ખાસ વાત પણ કહેવાય છે. માન્યતા છે કે માતાના મંદિર પર આવવા વાળા નિસંતાન દંપતીઓને સંતાનનું સુખ જરૂર મળે છે. નવી ટિહરીથી બટખેમ ગામ પાંચ કિલોમીટર દુર પડે છે. આ ગામ ૫૭ પરિવારો વાળું ગામ છે. આ ગામમાં કલીન્કાનું ભવ્ય મંદિર છે. દર રવિવારે મંદિર પરિસરમાં એક ખાસ પૂજા-અર્ચના થાય છે. માતાની ડોલીનું આસન કહેવામાં આવે છે. તેના પછી માં પોતે ભક્તને તેની પાસે બોલાવે છે અને એની સમસ્યાનું સમાધાન કરે છે.

દેશ માંથી જ નહિ વિદેશોથી પણ આવે છે શ્રદ્ધાળુ :

આ મંદિરમાં ઉત્તરાખંડથી અહિયાં દુર-દરાજ ના વિસ્તારથી લોકો પોતાની પરેશાનીઓ લઈને આવે છે. ખાલી દેશમાંથી જ નહિ પરંતુ વિદેશ માંથી પણ પોતાની પરેશાનીઓ લઈને આવે છે. મંદિરની ખાસ વાત એ છે કે અહિયાં દિલ્હી, મુંબઈ, રાજસ્થાનથી ઘણા ફરિયાદી આવે છે. માં દરેક ભક્તની મનોકામનાને પૂરી કરે છે. ઉત્તરાખંડની અમુક ખાસ કારણ છે અને આ કારણોથી જ આને દેવભૂમિ કહેવામાં આવે છે. માં કલીન્કાના આ મંદિરમા વિજ્ઞાન પણ ફેલ થઇ ચુક્યું છે. દર વખતે અહિયાં એવા ચમત્કાર થાય છે કે ખુદ વૈજ્ઞાનિક પણ હેરાન થઇ જાય છે. સ્થાનીય લોકો કહે છે કે આજે માતાના આશીર્વાદ લેવા વાળા ઘણા વૈજ્ઞાનિક પણ છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer