અનોખી છે આ મંદિરની કથા, વર્ષમાં એક જ વાર થાય છે આ અદભુત કામ.

આપણા દેશમાં દરેક જગ્યાએ કોઈ ને કોઈ મંદિર જોવા મળે છે, એ બધાજ મંદિરો માં ઘણા એવા ચમત્કારી મંદિરો પણ છે કે જેમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે. અને એ રહસ્યોને આજ સુધી કોઈ વૈજ્ઞાનિક પણ નથી જાણી શક્યા. આજે અમે તમને ભારતના એક એવાજ અનોખા મંદિર વિશે જણાવીશું જે સાંભળીને હેરાન રહી જશો.

આ મંદિર મધ્યપ્રદેશના રાયસેન જીલ્લામાં ગુઢાવલ ગામમાં કાળીમાં નું પ્રાચીન મંદિર છે. કહેવાય છે કે આ મંદિર માં કંકાલીના નામથી પણ પ્રસિદ્ધ છે.

ભક્તો ખુબજ દુર દુરથી આ મંદિરમાં દર્શન કરવા આવે છે અને અહી આવનાર દરેક ભક્તોના કષ્ટો દુર થઇ જાય છે.

કહેવાય છે કે કાળી મંદિર વિશે એક વાત ખુબજ પ્રસિદ્ધ છે, કે અહી વર્ષમાં એક વાર સ્થાપિત માં કાળીણી પ્રતિમા પોતાની મેળે સીધી થઇ જાય છે. અને આ નજરો જોઇને દરેક લોકો હેરાન થઇ જાય છે. દરેક લોકોને જણાવી દઈએ કે આ કાળી મંદિરમાં સ્થાપિત દેવી માં ની પ્રતિમાની ગરદન વાકી છે પરંતુ દશેરાના દિવસે માં કાળી ની પ્રતિમાની જુકેલી ડોક થોડા સમય માટે પોતાની જાતેજ સીધી થઇ જાય છે. આ કોઈ ચમત્કાર થી ઓછું નથી અને આ મંદિર વિશે એવી પણ માન્યતા છે કે જે કોઈ ભક્ત માં ના આ રૂપના દર્શન કરી ળે છે તેના જીવનમાં બધુજ સારું થવા લાગે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer