ઘણા લોકોને ખુબ જ મહેનત કરવા છતાં કઈ પણ હાસિલ થઇ શકતું નથી. પછી તે વ્યક્તિ હાર માની લે છે. પરંતુ ઘણી વાર આપણે જ એના માટે જવાબદાર બની જઈએ છીએ. કારણકે એના માટે વાસ્તુ સબંધિત ઘણી સમસ્યા હોય છે. વાસ્તુના ઉપાયોથી ભાગ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ પણ દૂર થઈ શકે છે. ઘરમાં દેવી-દેવતાઓની તસ્વીર તો બધા લગાવે છે. વાસ્તુમાં જણાવેલી દિશાઓમાં દેવી-દેવતાઓની પ્રતિમા લગાવવાથી જીવન સુખ-સમૃદ્ધિ વધી શકે છે. ઘરમાં ક્યા ભગવાનની તસ્વીર કઈ દિશામાં લગાવવાથી શુભ ફળ મળી શકે છે એના વિશે આજે અમે તમને જણાવીશું, તો ચાલો જાણી લઈએ માં દુર્ગા ની મૂર્તિ વિશે..
માતા દુર્ગાની તસ્વીર ઘરમાં લગાવવી હોય તો એવી તસ્વીર લગાવો જેમાં શેરનું મોઢું બંધ હોય અને શેર શાંત દેખાઈ રહ્યો હોય. માતા દુર્ગાની તસ્વીરમાં શેરનું મોઢું ખુલ્લું ન હોવું જોઈએ. આવી તસ્વીરની પૂજા કરવાથી ભક્તના સ્વભાવમાં ક્રોધ વધી શકે છે.
જો તમે રાધા-કૃષ્ણની તસ્વીર લગાવવા ઈચ્છો છો તો તેને બેડરૂમમાં લગાવવી શુભ રહે છે.
હનુમાનજીની તસ્વીર ઘરમાં કાયમ દક્ષિણ દિશા તરફ જોતી હોય એ રીતે લગાવવી જોઈએ.
સ્વસ્તિક, કમળનું ફૂલ, ગુલદસ્તાંની તસ્વીરને ઘરમાં રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે.
રામાયણ, મહાભારતના યુદ્ધના દ્રશ્યો બતાવતી તસ્વીર ઘરમાં ન લગાવવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ તસવીરોથી ઘરના સભ્યોને માનસિક તણાવ સહન કરવો પડી શકે છે અને પરસ્પર તાલમેલ નથી રહેતો.
ભગવાન શિવ, કુબેરદેવ, ગંધર્વદેવની તસ્વીર ઉત્તર દિશામાં લગાવો. મહાલક્ષ્મી, માતા દુર્ગા, માતા સરસ્વતીની તસ્વીર લગાવવા માટે ઉત્તર દિશા એકદમ સારી છે. મહાલક્ષ્મીની બેઠેલા સ્વરૂપની તસ્વીર શુભ માનવામાં આવે છે.
ઘરમાં વધશે હકારાત્મકતા
યોગ્ય દિશામાં દેવી-દેવતાઓની મૂર્તિઓ લગાવવાથી ઘરમાં હકારાત્મકતા વધે છે અને વાસ્તુના દોષ દૂર થઈ શકે છે.