માતા મેલડી ના નામ નો મતલબ જ ખુબ સરસ છે. મેલડી મતલબ થાય છે મેં’લડી’ મેલડી માં પોતાના હક માટે સ્વયં માં દુર્ગા સાથે લડ્યા હતા. હવે શા માટે તે માતા દુર્ગા સાથે લડ્યા અને કઈ રીતે તેની ઉત્પતિ થઇ એ વિશે એક કથા છે.
જેના વિશે આપણે વાત કરીશું. આ વાત સતયુગ ની છે. સતયુગ માં અમુક રાક્ષસો ભગવાન ની આરાધના વર્ષો સુધી કરી અને પ્રસન્ન કરી લેતા હતા અને તેમના માટે અમરત્વ નું વરદાન માગી લેતા હતા. અને ભગવાન તો ભોળા જ હોય છે.
આ માટે એમના કઠોર તપ થી પ્રસન્ન થઇ અને ભગવાન તેને માંગેલું વરદાન પણ આપી દેતા હતા. પણ અમુક વરદાન એટલા અસરકારક હોય કે પછી આ રાક્ષસ નો વધ કોઈ દેવતા કે સ્વયં ભગવાન પણ ન કરી શકે.
આવુજ કઈ થયું હતું, એક અમરૈયા નામ નો રાક્ષસ હતો. આ રાક્ષસ એ ભગવાન નુ કઠોર તપ કરી અને ભગવાન ને પ્રસન્ન કર્યા હતા અને અમર થવાનું વરદાન માગ્યું હતું. આ વરદાન મળ્યા પછી તે પોતાની જાત ને બહુ શક્તિ શાળી અને અમર માનવા લાગ્યો હતો એને એમ કે તેનો અંત શકય નથી આ કારણે તે દેવતા ઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો.
અને દેવતા, ઋષિઓ અને દરેકને હેરાન કરી અને બધી જગ્યા પર પોતાનું રાજ કરવા લાગ્યો. આ અસુર થી કંટાળી અને દેવતા ભગવાન પાસે ગયા ભગવાન એ કહ્યું એનું વધ આપણે નહિ કરી શકીએ.
પછી માં નવદુર્ગા એ નક્કી કર્યું કે તે મદદ કરશે આ અશુર ને મારવા માટે દેવતાઓ પછી માતા એમની સાથે ઘણા વર્ષો લડ્યા. પણ આ અસુર પછી કયાંક છુપાય ગયો. પછી માતા એ પોતાના મેલ માંથી એક પુતળી બનાવી અને તેમાં બધી શક્તિઓ નાખી અને આ પુતળી એ અસુર ને મારી નાખ્યો.
એને માર્યા પછી પુતળી માતા પાસે ગઈ પણ માતા એ તેને કહ્યું તું હવે મેલી છે અહીથી જતી રે તો પુતળી ને ખોટું લાગ્યું. તે મહાદેવ પાસે ન્યાય માગવા ગઈ અને મહાદેવ એ તેને ગંગા જળ થી શુદ્ધ કરી અને કહ્યું તારા હક માટે તું લડ. પછી જે માતા દુર્ગા સાથે લડ્યા અને પછી મેલડી માતા કહેવાયા.