માતા સીતા ની આ રોચક લોકકથા તમારું દિલ જીતી લેશે, ધન નો ભંડાર ભરી દેશે…

આ કથા સીતા માતા કહેતા હતા અને શ્રી રામ એને સાંભળતા હતા. એક દિવસ શ્રી રામ ભગવાન ને કોઈ કામ માટે બહાર જવું પડ્યું તો સીતા માતા કહેવા લાગી કે ભગવાન મારે તો બાર વર્ષ નો નિયમ છે. હવે તમેં બહાર જશો તો હું મારી કહાની કોને સંભળાવીશ? શ્રી રામ એ કહ્યું કે તમે કુવા ની પાળ પર જઈને બેસી જજો અને ત્યાં જે મહિલાઓ પાણી ભરવા આવશે એને તમારી કહાની સંભળાવી દેજો.

સીતા માતા કુવા ની પાળ પર જઈને બેસી જાય છે. એક સ્ત્રી આવી એને રેશમ ની જરી ની સાડી પહેરી રાખી હતી અને સોના નો ઘડો લઇ રાખ્યો હતો. સીતા માતા એને જોઇને કહે છે કે બહેન મારા બાર વર્ષ નો નિયમ સાંભળી લો. તે સ્ત્રી બોલી કે હું તમારા નિયમ સાંભળીશ તો મારે ઘરે જવામાં મોડું થઇ જશે અને મારી સાસુ મારી સાથે લડશે. એને કહાની સાંભળી નહિ અને જતી રહી. એની રેશમ જરી ની સાડી ફાટી ગઈ , સોના નો ઘડો માટી ના ઘડા માં બદલી ગયો.

સાસુ એ જોયું તો પૂછ્યું કે આ કોઈ નો દોષ તારા માથા પર લઈને આવી ગઈ છે? વહુ એ કહ્યું કે કુવા પર એક મહિલા બેઠી હતી એને કહાની સાંભળવાનું કહ્યું પરંતુ મેં સાંભળી નહિ જેનું આ ફળ મળ્યું.

વહુ ની વાત સાંભળીને આગળ ના દિવસે એ જ સાડી અને ઘડો લઈને સાસુ કુવા ની પાળ પાસે ગઈ. સાસુ ને ત્યાં માતા સીતા બેસેલી મળી તો માતા સીતા એ કહ્યું કે બહેન મારી કહાની સાંભળી લો…

સાસુ બોલી કેએક વાર છોડ હું તો ચાર વાર કહાની સાંભળી લઈશ,

રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશ ના પુજારી આવ્યા

નીતનેમ ના નામ લાવ્યા આવો રામ બેસો રામ

ગરમ રસોઈ જમો રામ, માખણ મીસરી ખાવ રામ

દૂધ પતાશા પીવો રામ, સુત ના પલકા મોઠો રામ

શાલ દુશાલા પોઠો રામ, શાલ દુશાલા ઓઢો રામ

જયારે બોલું જયારે રામ જ રામ, રામ સંવારે બધાના રામ

ખાલી ઘર ભંડાર ભરશે બધાના બેડો પાર કરશે

શ્રી રામ જય રામ જય જય રામ

સાસુ બોલી કે બહેન કહાની તો ખુબ સારી લાગી. કહાની સાંભળીને સાસુ ઘરે જતી રહી અને એની સાડી ફરીથી રેશમ જરી ની બની ગઈ. માટી નો ઘડો ફરીથી સોના ના ઘડા માં બદલી ગયો. વહુ કહેવા લાગી સાસુ માં, તમે આ બધું કેવી રીતે કર્યું? સાસુ એ કહ્યું કે વહુ તું દોષ લગાવીને આવી હતી અને હું દોષ ઉતારીને આવી રહી છું… વહુ એ ફરીથી પૂછ્યું કે તે કુવા વાળી સ્ત્રી કોણ છે> સાસુ બોલી કે તે સીતા માતા હતી… તે જુના માં થી નવું કરી દે છે, ખાલી ઘર માં ભંડાર ભરી દે છે, તે લક્ષ્મીજી નો વાસ ઘર માં કરી દે છે, માણસ ની જે પણ ઈચ્છા હોય એને પૂરી કરી દે છે…. વહુ બોલી કે એવી કહાની મને પણ સંભળાવી દો… સાસુ બોલી કે સારું તમે પણ સાંભળો અને સાસુ એ કહાની શરુ કરી…

Leave a reply:

Your email address will not be published.

Site Footer