મિત્રો, શિયાળાની ઋતુમા લોકો મગફળી ખાવાનુ ખુબ જ પસંદ કરે છે. તે ખાવામા ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને પોષકતત્વો થી ભરપુર હોય છે. તેમા પુષ્કળ માત્રામા વિટામિન-ઇ , વિટામીન-બી , કેલ્શિયમ , લોહતત્વ , પ્રોટીન , મેગ્નેશિયમ , પોટેશિયમ , એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ હોય છે. તેના નિયમિત સેવનથી આપણે શરીર ના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓ સામે રક્ષણ મેળવી શકીએ છીએ તો ચાલો આજે આપણે આ લેખમા મગફળી ના સેવનથી શરીર ને પ્રાપ્ત થતા લાભો વિશે માહિતી મેળવીશુ.
કેન્સર ની સમસ્યા સામે રાહત મળે : પુષ્કળ માત્રમા ઔષધીય ગુણતત્વો ધરાવતી મગફળી એ શરીરમા કેન્સર ના કોષો ની રચના ને અટકાવે છે. તેના નિયમિત સેવનથી તમને પેટ અને સ્તન કેન્સર જેવા ગંભીર રોગો થવાનુ જોખમ ઓછુ રહે છે અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ , તંદુરસ્ત અને નીરોગી રહે છે.
હૃદય સ્વસ્થ અને તંદુરસ્ત રહે : મગફળીમા સમાવિષ્ટ એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને બળતરા વિરોધી ગુણધર્મો એ કોલેસ્ટ્રોલ ના સ્તર ને ઘટાડે છે. આવી સ્થિતિમા જો તમે તેનુ નીયામીક્ત સેવન કરો તો હૃદયરોગ નુ જોખમ ટળી જાય છે અને તમારુ હૃદય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
કબજિયાત ની સમસ્યામા રાહત મળે : જે લોકો અવારનવાર કબજિયાત ની સમસ્યાથી પીડાતા હોય તેમણે તેમના ભોજનમા આ મગફળી નો સમાવેશ અવશ્યપણે કરવો જોઇએ. તેમા રહેલા પોષકતત્વો એ તમારી કબજિયાતની સમસ્યા ને દૂર કરે છે અને તમારી પેટ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ પણ દૂર કરે છે.
રોગપ્રતિકારક શક્તિમા વૃદ્ધિ થાય : તેમા પુષ્કળ માત્રામા કેલ્શિયમ , વિટામિન , લોહતત્વ અને એન્ટીઓક્સિડેન્ટ જેવા ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમે નિયમિત મગફળી નુ સેવન કરો છો તો તે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે અને તમારા શરીરમા કોઈપણ પ્રકારની બીમારી ને પ્રવેશવા દેતુ નથી.
નવજાત શિશુ ના વિકાસમા લાભદાયી : જો તમે ગર્ભાવસ્થા દરમિયાન મગફળી નુ સેવન કરો તો અજાત બાળક ના વધુ સારા વિકાસમા સહાયરૂપ સાબિત થઇ શકે છે.
લોહીમા વૃદ્ધિ થાય : જે લોકોના શરીરમા અવારનવાર લોહી ની ઉણપ સર્જાતી હોય તથા એનીમિયા ની સમસ્યાથી પીડાતા હોવ તો મગફળી નુ સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.
હાડકા મજબૂત બને : તેમા ભરપૂર પ્રમાણમા વિટામિન , કેલ્શિયમ , લોહતત્વ વગેરે પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. તેનુ નિયમિત સેવન કરવાથી તમારા સ્નાયુઓ અને હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત તમારા સાંધા અને શરીરના અન્ય ભાગોમા થતા દુ:ખાવાની ફરિયાદ દૂર થાય છે.
ત્વચા આકર્ષક બને : તેમા પુષ્કળ માત્રામા વિટામિન , કેલ્શિયમ , ઓમેગા-૬ ફેટી એસિડ સમાવિષ્ટ હોય છે, જે આપણી ત્વચા માટે ફાયદાકારક છે. આ ફેસપેક નો ઉપયોગ કરવાથી ત્વચા સ્વચ્છ , નરમ અને આકર્ષક લાગે છે.