મગની દાળ ન સાથેસાથે તેનું પાણી પણ આપે છે અસંખ્ય ફાયદાઓ, ડેન્ગ્યુ થી લઈને ડાયાબીટીસ જેવી બીમારીઓમાં છે રામબાણ ઈલાજ..

સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર અને સ્વાદિષ્ટ મગની દાળ ઘણા લોકોને ખૂબ પસંદ હોય છે. આ દાળ ખાવામાં ન માત્ર સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને આરોગવાથી આપણા સ્વાસ્થ્યને અસંખ્ય ફાયદા પણ થાય છે.

મગની દાળમાં મેગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ ફૉલેટ, કૉપર, ઝિંક અને વિટામિન્સ જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. આ દાળના સેવનથી શરીર માટે જરૂરી પોષક તત્ત્વોની જરૂરિયાત પૂરી કરી શકાય છે. મગની દાળ ડેન્ગ્યૂ અને મલેરિયા જેવી બીમારીથી પણ બચી શકાય છે..

મગની દાળનું પાણી બનાવવાની પધ્ધતિ : આ માટે સૌપ્રથમ એક પ્રેશર કુકરમાં બે કપ પાણી ગરમ કરો. જ્યારે પાણી ગરમ થઇ જાય ત્યારે તેમાં મગની દાળ અને સ્વાદ અનુસાર મીઠું નાંખીને લગભગ 2 થી 3 સીટી વાગે ત્યાં સુધી ગરમ થવા દો. ત્યારબાદ દાળને મેશ કરી લો. મગની દાળનું પાણી તમારું સ્વાસ્થ્ય સુધારવા તૈયાર છે.

મોટાપો ઘટાડે: વ્યસ્ત લાઇફ સ્ટાઇલ હોવાને કારણે વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમાં વજન વધારો સૌથી મોટી સમસ્યા છે. જો તમારું વજન વધારે છે અને તમે તેને ઘટાડવા માંગો છો તો દરરોજ મગની દાળના પાણીનું સેવન કરવું જ જોઈએ.

આ દાળમાં કેલરીનું પ્રમાણ ઓછું અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત મગની દાળનું પાણી મેટાબૉલિઝ્મને પણ બૂસ્ટ કરે છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. શરીરને ડિટૉક્સ કરે: મગ દાળના પાણી ના નિયમિત સેવનથી શરીરમાં રહેલી તમામ ગંદકી બહાર નિકળી જાય.

આ સાથે જ આ દાળના પાણીમાં રહેલા તત્ત્વ લિવર, ગૉલ બ્લેડર, લોહી તેમજ આંતરડાને શુદ્ધ કરે છે. ડાયાબિટીસમાં ઉપયોગી: મગની દાળનું પાણી શરીરમાં ઇન્સ્યુલિનનું લેવલ જાળવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત મગ દાળ બ્લડ સુગરને કાબૂમાં રાખે છે, જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં ઉપયોગી થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer