નવરાત્રીના આઠમા દિવસે દેવી મહાગૌરી ની પૂજા અર્ચના કરવામાં આવે છે. દેવી મહગૌરીની પૂજા અર્ચનાથી જીવનમાં આવી રહેલી પરેશાનીઓને દૂર કરી શકાય છે. મહાઅષ્ટમીને દુર્ગા પૂજાનો મુખ્ય દિવસ માનવામાં આવે છે. પહેલા અને છેલ્લા દિવસે વ્રત કરનાર આ દિવસે પણ કન્યા પૂજન કરે છે. આ દિવસે ભક્તોએ પૂજાના સમયે વિશેષ સાવધાની રાખવી જોઇએ.
મહાઅષ્ટમીને દુર્ગા પૂજાનો મુખ્ય દિવસ માનવામાં આવે છે. આ દિવસે પણ લોકો કન્યા પૂજન કરે છે. આ દિવસે ભક્તોને પૂજાના સમયે વિશેષ સાવધાની રાખવી જોઇએ. વિષ્ણુ પુરાણ અનુસાર, આઠમ પર પૂજા બાદ દિવસે સૂવું જોઇએ નહીં
આઠમની પૂજાનું નવરાત્રીમાં ખૂબ મહત્વ છે. શુભ મુહૂર્ત નિકાળ્યા બાદ પૂજા ના કરો.
સંધ્યાકાળના સમયે દુર્ગા પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે. સંધ્યા કાળના સમયે 108 દીવા પ્રગટાવવામાં આવે છે. અષ્ટમીના દિવસે સંધ્યાકાળે જ દીવો પ્રગટાવો શુભ માનવામાં આવે છે.
૧. દુર્ગા ચાલીસા, મંત્ર અથવા સપ્તશતીની પાઠના સમયે કોઇ બીજા સાથે વાત ના કરવા લાગો. આવું કરવાથી તમારી પૂજાનું ફળ નકારાત્મક શક્તિઓ લઇ જાય છે.
૨. અખંડ દિવો પ્રગટાવી રહ્યા છો તો ઘરને ખાલી છોડીને ના જશો. હવન કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે એની સામગ્રી કુંડથી બહાર ના જાવ.
૩. અષ્ટમીના દિવસે જો વ્રત નથી કરતાં તો સવારે સ્નાન કરીને મા દુર્ગાની પૂજા કરો. આ દિવસે નખ કાપશો નહીં.
૪. અષ્ટમીના દિવસે ફળ હંમેશા એક જ જગ્યા પર બેસીને ગ્રહણ કરવું જોઇએ.
૫. આઠમના દિવસે તમાકુ ખાવા અને શારિરીક સંબંધ બનાવવાથી વ્રતનું ફળ મળતું નથી.