પ્રાચીન હિંદુ ગ્રંથોમાં કુરુક્ષેત્ર એક શહેર નથી પરંતુ એક પ્રદેશ છે. કુરુક્ષેત્રની સરહદો લગભગ હરિયાણા રાજ્ય અને દક્ષિણ પંજાબના મધ્ય અને પશ્ચિમી ભાગો સાથે જોડાયેલી છે. કુરુક્ષેત્ર વિસ્તાર તુર્ઘના, ખાંડવ ની ઉત્તર, મારુ (રણ) અને પેરિનની પશ્ચિમની દક્ષિણે છે. આ વાત કોઈને જણાવવાની જરૂર નથી કે હરિયાણા ના કુરુક્ષેત્રમાં જ મહાભારત નું વિનાશકારી યુદ્ધ થયું હતું, હિંદુ ધર્મ ગ્રંથો અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને ગીતાનો ઉપદેશ કુરુક્ષેત્રમાં જ આપ્યો હતો.
આજે અમે જણાવીશું કે કુરુક્ષેત્ર ના એક એવા પ્રાચીન મંદિર વિશે જેનો કૃશ અને અર્જુન સાથે ખુબજ ગાઢ સબંધ છે. જી હા, પ્રાચીન મંદિર માં મહા ભદ્રકાળી ની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણ નું મુંડન આ પવિત્ર જગ્યા પર કરાવ્યું હતું.
એવી પણ એક માન્યતા છે કે મહાભારત યુદ્ધ ચાલુ થતા પહેલા શ્રી કૃષ્ણ એ પોતાના મિત્ર અર્જુન ને આ જ પ્રાચીન મંદિર માં ભદ્રકાળી ની પૂજા કરવા માટે કહ્યું હતું. ત્યાર બાદ અર્જુન એ આ સ્થાન પર માં ભદ્રકાળી ની પૂજા કરવામાં આવી હતી.
પૂજા અર્ચના કાર્ય પછી અર્જુન એ માં ભદ્રકાળી પાસે યુદ્ધ માં વિજય પ્રાપ્ત કરવા માટે ની મનાતા માંગી હતી તેમજ જીત પછી ઘોડા ચડાવવાનું વચન લીધું હતું. કહેવામાં આવે છે કે યુદ્ધ જીત્ય પછી અર્જુને પોતાનું વચન પણ પૂરું કર્યું હતું. એ સમય થી જ આ મંદિરમાં સોના ચાંદી અને માટી ના ઘોડા ચડાવવાની પરંપરા ચાલી આવે છે. માં ભદ્રકાળી ના આ મંદિરમાં આજે પણ ખુબજ મોટી સંખ્યામાં ભક્તો પૂજા અર્ચના કરવા માટે આવે છે. તેમજ મન્નત પૂરી થા પર ચડાવો પણ ચડવા માં આવે છે.