બાગપત ગામ :
આ ગામ ઉત્તર પ્રદેશમાં આવેલ છે. ઈતિહાસ્કારો જણાવે છે કે આ એજ ગામ છે જેને પાંડવો એ કૌરવો પાસે માંગ્યું હતું. શોધકર્તાઓ ને આ ગામ માંથી ઘણી બધી તલવારો, ઘણા એવા જુના પુરાના માટીના વાસણો અને ઘણા રથના અવશેષો મળી આવેલ છે. જે આ ગામમાં મહાભારત કાલીન ગામ હોવાના પુરાવા આપે છે. જયારે આ અવશેષો ના કાર્બન પરીક્ષણ કરવામાં આવ્યા તો આ ગામમાં પાચ હજાર વર્ષ થી પણ વધુ જુના જણાવેલ છે.
ચક્રવ્યૂહમાંનું નિર્માણ:-
જયારે પાંડવો યુદ્ધ હારી રહ્યા હતા તો દ્રોણાચાર્યએ ચક્રવ્યૂહ નું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે આ ચક્રવ્યૂહ ની ડિઝાઈન એક પથ્થર પર તૈયાર કરી હતી. આ પથ્થર હિમાચલ પ્રદેશ માં આવેલ છે. હિમાચલ પ્રદેશમાં રાજનૈન નામના એક ગામમાં આ પથ્થર મળેલ આ પથ્થર પર અજીબ પ્રકારની ચિત્રકારી કરવામાં આવેલ છે. અને તેના પર સંસ્કૃતમાં કઈક લખાણ પણ કરેલું છે.
લાક્ષાગૃહ ની ગુફા:-
કૌરવો પાંડવોને લાક્ષાગૃહમાં સળગાવીને મારી નાખવા ઈચ્છતા હતા. પરંતુ પાંડવો કૌરવોની આ રણનીતિ ને સમજી ગયા અને તેને લાક્ષાગૃહ ના નીચે એક ગુફા ખોદી હતી અને તેમાંથી તેઓ બચીને નીકળી ગયા હતા. જે આજે પણ એક બરનાવા નામના શહેરમાં સ્થિત છે. પુરાતત્વ વિભાગનું માનવું છે કે આ ગુફા આજથી ૪૮૦ વર્ષ જૂની છે. આ ગુફાની અંદર લાક્ષાગૃહ ના ઘણા અવશેષો મળે છે.