આ મંદિર ભારતમાં આવેલા અનોખા મંદિરમાંનુ એક છે. લોકો મંદિરમાં માની પાસે પોતાની બંધ કિસ્મતના તાળા ખોલવાની માનતાઓ કરે છે. પણ શું તમે ક્યારેય સાંભળ્યુ કે કોઈ મંદિરમાં તાળા લગાવીને માનતા માનવામાં આવે છે. જીં હા આવુ જ એક મંદિર છે કાનપુરમાં આવેલ મંદિર. તેમજ આ મંદિરમાં મહાકાળીમાંની મૂર્તિ સ્થાપિત છે.
મંદિરના પૂજારી જણાવે છે કે દશકો પહેલા એક મહિલા રોજ માંની પૂજા માટે આવતી આરતી પૂજા કરીને રોજ નીકળે તો તાળું લગાવી દેતી. એક માણસે પુછ્યુ કે કેમ તે તાળુ લગાવે છે મહિલાએ જવાબ આપ્યો કે તેને સપનામાં માતા રાણી દર્શન આપવા આવે છે તાળું લગાવવાનું કહે છે. તેમણે કહ્યુ કે આનાથી મારી તમામ ઇચ્છાઓ પુરી થઈ જાય છે. તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ત્યારબાદ તે ક્યારેય મંદિર પરિસરમાં દેખાઈ જ નહી. કેટલાયે વર્ષો પછી તે તાળું મંદિરથી ગાયબ હતુ અને દીવાલ પર લખ્યુ હતુ કે તેની માનતા પુરી થતા તાળુ ખોલવામાં આવ્યુ છે. અને તે પોતાની સાથે તાળુ લઈ જઈ રહી છે.
કહેવાય છે કે માનતાનું તાળુ માનતા પુરી થયા પછી ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી માની પૂજા કરે છે અને પછી જ તાળુ ખોલે છે. ત્યાર બાદ દીવાલ પર પોતાની માનતા પુરી થઈ હોવાની વાત લખે છે. આપને જણાવી દઈએ કે ભારતના ખુણે ખુણેથી અને દૂર દૂરથી લોકો પોતાની માનતાઓ લઈને આ મંદિરે આવે છે. જેવી માનતા પુરી થાય છે તાળુ ખોલીને દીવાલ પર લખી તાળુ ખોલીને જાય છે.
પુજારી અને ભક્તજન કહે છે કે આ મંદિરમાં માનતા લીધા પછી ભક્તોને માતા વધારે સમય રાહ નથી જોવડાવતી અને થોડા સમયમાંજ માનતા પૂર્ણ થાય છે. જો કે મંદિર ક્યારે અને કોણે બનાવ્યુ તે વાત કોઈ નથી જાણતુ. પુજારી પણ કહે છે કે વર્ષોથી તેમનો પરિવાર અહી સેવા કરે છે. મંદિર દશકો પહેલા સ્થાપિત થયું હતુ.