સતયુગમાં કોઈ પન ઋષિ કે કોઈ સજ્જન વ્યક્તિ સરપ આપર તો તેની પૂરી અસર થતી હતી, અને તેથી મોટાભાગે કોઈ શ્રપનો ભોગ ના બને તેનું ખાસ ધ્યાન રાખતા હતા. ઘણીવાર અમુક શ્રાપ ભગવાન દ્વારા સંસાર ની ભલાઈ માટે આપવામાં આવતા હતા
અને અમુકવાર કોઈ ગુસ્સે થઇ ને શ્રાપ આપી દેતા. અમુક શ્રાપ સંસારની ભલાઈ નિમિતે હતા પરંતુ અમુક શ્રાપની પાછળ છુપાયેલી કથાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા રજુ થયેલી છે તો ચાલો જાણીએ એ શ્રાપ અને તેની પાછળની કથાઓ વિશે.
૧. પરીક્ષિતને શ્રુંગી ઋષિનો શ્રાપ: એક વાર રાજા પરીક્ષિત વનમાં આખેટ રમત રમી રહ્યા હતા એ સમયે શમીક નામના ઋષિ દેખાય ગયા તે તપસ્યા કરી રહ્યા હતા રાજાએ એમણે ઘણી વાર બોલાવવાનો પ્રયાસ કર્યો
પરંતુ તે મૌન રહ્યા એ કારણે રાજાએ ગુસ્સે થઈને ઋષિના ગાળામાં મરેલો સાપ નાખી દીધો જયારે આ વાતની જાણકારી એના પુત્ર શ્રુંગીને ખબર પડી તો એમણે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો કે આજથી સાત દીવસ પછી રાજા પરીક્ષિતની મોત તક્ષક નાગના કરડવાથી થશે
પરીક્ષિતનું જીવિત રહેવું કળયુગમાં એટલું સાહસ ન હતું કે તે અસર થઇ શકે પરંતુ એના મૃત્યુનો પસ્તાવો જ પૃથ્વી પર કળયુગની અસર થઇ ગઈ. રાજા નું મૃત્યુ થતાજ કલિયુગ પૃથ્વી પર ખુબજ હાવી થઇ ગયો છે.
૨.યુધીષ્ઠીરની સ્ત્રીઓ ને શ્રાપ : તમારી જાણકારી માટે બતાવી દઈએ કે પ્રસિદ્ધ ગ્રંથ મહાભારત અનુસાર યુદ્ધ સમાપ્ત પછી માતા કુંતી એ જયારે પાંડવોને બતાવ્યું કે કર્ણ તમારો ભાઈ હતો તો આ વાતને સાંભળીને પાંડવોએ વિધિવત કર્ણના અંતિમ સંસ્કાર કરાવ્યા
એના પછી યુધીષ્ઠીરે બધી સ્ત્રીઓને શ્રાપ આપ્યો કે આજથી સ્ત્રી કોઈ પણ રહસ્યણે છુપાવી શકશે નહિ. અને ત્યારથી આજ સુધી કોઈ પણ સ્ત્રીના પેટમાં કોઈ વાત ટકતી નથી. ૩. અર્જુનને ઉર્વશીનો શ્રાપ : મહાભારત કાળમાં અર્જુન દીવ્યાસ્ત્ર મેળવવા માટે સ્વર્ગલોક માં ગયા હતા
ત્યાં ઉર્વશી નામની એક અપ્સરા એના પર મોહિત થઇ ગઈ હતી જયારે ઉર્વશી એ આ વાત અર્જુનને બતાવી તો અર્જુન એ એને એમની માતાની સમાન બતાવી. આ કારણે ઉર્વશી ગુસ્સે થઈને બોલી તમે કેમ નપુંસક જેવી વાત કરી રહ્યા છો
તેથી હું તમને શ્રાપ આપું છુ કે તમે એક વર્ષ સુધી નપુંસક થઇ જશો અને સ્ત્રીઓની વચ્ચે નર્તિકા બનીને રહેવું પડશે અને આ શ્રાપ અર્જુનને કામ આવ્યો અજ્ઞાતવાસ માં.