न हि बुद्धयान्वितः प्राज्ञो नीतिशास्त्रविशारदः। निमज्जत्यापदं प्राप्य महतीं दारुणमपि।। મિત્રો આ શ્લોક નો ભાવાર્થ એ છે કે કોઈ મનુષ્ય ભલે કેટલી પણ ભીષણ વિપત્તિ માં કેમ ન હોય પરંતુ જો વ્યક્તિ બુદ્ધિમાન, વિદ્વાન, તેમજ નીતિશાસ્ત્ર માં તે નિપૂર્ણ છે તો કોઈ પણ પ્રકારના સંકટ માંથી બહાર નીકળી શકે છે.
આજે અમે તમને મહાભારત ના ત્રણ એવા પાત્રો વિશે કહેવા જઈ રહ્યા છીએ. વિદુર : વિદુર વિશે કહેવામાં આવે છે કે જો તે કૌરવો ની બાજુથી યુદ્ધ લડે તો પાંડવ ક્યારેય જીતી શક્યા ન હોત.
વિદુર એટલા વિદ્વાન હતા કે જયારે દુર્યોધન જન્મ લેતા જ ઘુવડ ના અવાજ માં રડવા લાગ્યા હતા ત્યાર વિદુર એ ધ્રુતરાષ્ટ્ર ને કહી દીધું હતું આ બાળક તમારા વંશ નું નામ માટી માં મિટાવી દેશે. પરંતુ ધ્રુતરાષ્ટ્ર મોહવશ એવું કરી શક્યા નહિ. ભવિષ્ય માં એની ઘણી વાત સત્ય સિદ્ધ થઇ.
યુધીષ્ઠીર :- મિત્રો યુધીષ્ઠીર એક મહાન નીતિશાસ્ત્ર અને વિદ્વાન પુરુષ હતા. એક વાર સ્વયં ધર્મરાજ યમરાજ પણ એની બુદ્ધી અને વિવેક ની પરીક્ષા લઇ ચુક્યા હતા. યુદ્ધ પ્રારંભ થવાની પૂર્વ એ યુધીષ્ઠીર તેજીથી કૌરવો પાસે ગયા
અને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય અને શલયરાજ ને પ્રણામ કરી એને કહ્યું કે મને યુદ્ધ માં તમારી વિરુદ્ધ શસ્ત્ર ઉઠાવવામાં ખુબ અપ્રિય પ્રતીત થઇ રહ્યું છે પરંતુ હું વિવશ છું. ત્યારે બધા એ એની વિનમ્રતા જોઇને એને વિજય થવાના આશીર્વાદ આપ્યા હતા. કહેવાય છે યુધીષ્ઠીર એ અડધું યુદ્ધ ત્યારે જ જીતી લીધું હતું.
શ્રી કૃષ્ણ :- મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ થી સારા નીતિકાર કોઈ થઇ શકતા નથી. એને દરેક પરિસ્થિતિ ની અનુસાર સામંજસ્ય બેસવા માં મહારત પ્રાપ્ત હતી. એની કૂટ નીતિઓ ને કારણે જ પાંડવ કૌરવો જેમ અધર્મી અને કપટી માનવો થી મહાભારત નું યુદ્ધ જીતી શકે. આ ત્રણેય પાત્રોથી આપણને શિક્ષા મળે છે કે કોઈ ને વિકટ પરિસ્થિતિ હોય અને જો આપનું ધૈર્ય ન ખોયે તો મોટામાં મોટી મુસીબત ટાળી શકે છે.