વર્તમાનમાં વ્યક્તિ વધુમાં વધુ ૧૦૦ વર્ષ જીવી શકે છે. આયુર્વેદ શાસ્ત્ર અનુસાર મનુષ્યનું આયુષ્ય લગભગ ૧૨૦ વર્ષ જણાવેલ છે. પરંતુ પોતાના યોગબળ થી લગભગ ૧૫૦ વર્ષોથી વધુ તે જીવી શકે છે. કહેવાય છે કે પ્રાચીન માનવની સામાન્ય ઉંમર ૩૦૦ થી ૪૦૦ વર્ષ હતી. હવે સવાલ એ ઉઠે છે કે મહાભારતના યુદ્ધ સમયે ભીષ્મપિતામહ અને અન્યની ઉંમર કેટલી હતી? ચાલો જાણીએ એ વિશે…
પહેલાના પ્રતિષ્ઠિત લોકો ૪ આશ્રમોનું પાલન કરતા એટલેકે બ્રહ્મચર્ય આશ્રમમાં ૨૫ વર્ષ રહ્યા પછી તેઓ લગ્ન કરતા. રાજા શાન્તનું ની પહેલી પત્ની ગંગાહતી, તેનાથી તેને એક પુત્ર થયો જેનું નામ દેવવ્રત રાખવામાં આવ્યું. અને એ દેવવ્રત આગળ જતા ભીષ્મ કહેવાયો. આપણે માની લઈએ છીએ કે ત્યારે દેવવ્રતની ઉંમર ૨૨ વર્ષની હશે. મતલબ શાંતનું ના બીજા લગ્ન થયા ત્યારે ભીષ્મની ઉંમર ૨૨ વર્ષની હતી. ચિત્રાંગદ ની રાજગાદી પર બેસ્યા પછી તેને લગભગ ૮ વર્ષ સુધી શાસન કર્યું હતું. એટલે ભીષ્મની ૪૨ વર્ષની ઉંમર પર ૮ વર્ષ જોડવાથી ૫૦ વર્ષ થાય છે. મતલબ ચિત્રાંગદનું મૃત્યુ ના સમયે ભીષ્મની ઉંમર ૫૦ વર્ષ હતી.
કહેવાય છે કે જયારે સત્યવતી એ રાજા શાન્તનું સાથે લગ્ન કાર્ય તે પહેલા જ તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. જે પરાશર નો પુત્ર હતો અને તેનું નામ વેદ વ્યાસ હતું. એટલે વેદવ્યાસ ની ઉંમર ભીષ્મની અપેક્ષા થી ૧૬ વર્ષ ઓછી માનવામાં આવે છે. ઇન્દ્રપ્રસ્થ મળ્યા બાદ પાંડવો રાજ્ય કરવા લાગ્યા. લગભગ ૨૫ વર્ષોમાં પાંડવોએ દિગ્વિજય કરીને રાજ્યવૈભવ ખુબજ વધાર્યો અને રાજસૂય યજ્ઞ કર્યો. એ સમયે યુધીષ્ઠીરની ઉંમર ૫૭ અને ભીષ્મની ઉંમર ૧૫૭ વર્ષ હતી. વનવાસની સમાપ્તિ સમયે યુધીષ્ઠીરની ઉંમર ૭અ વર્ષ હતી અને ભીષ્મ ની ઉંમર ૧૭૦ હતી.
પુરાણો અનુસાર શ્રીકૃષ્ણ ની ઉંમર ૧૨૫ વર્ષ જણાવેલ છે. જયારે જ્યોતિષો અનુસાર તેની ઉંમર ૧૧૦ વર્ષ હતી. જ્યોતિષો અનુસાર કળીયુગના પ્રારંભથી ૬ મહિના પૂર્વે માગશર શુક્લ ૧૪ પર મહાભારત ના યુદ્ધનો આરંભ થયો હતો. જે ૧૮ દિવસ સુધી ચાલ્યું હતું. કળીયુગનો આરંભ શ્રી કૃષ્ણ ના નિધનના ૩૬ વર્ષ પછી થયો. મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુન ૫૫, કૃષ્ણ ૮૩ અને ભીષ્મ ઓછામાં ઓછા ૧૫૦ વર્ષના હતા. આ લોકોની ઉંમર ના માનથી જ અન્ય યોધ્ધાઓ ની ઉંમરનો અંદાજો લગાવી શકાય છે.