મહાભારત વિશ્વ નો સૌથી મોટો ધર્મગ્રંથ છે. એમાં વર્ણિત ઘટનાઓ નું વર્ણન વિસ્તારમાં કરવામાં આવ્યું છે.પરંતુ આધુનિક યુગમાં કોઈ પણ વસ્તુ પર સવાલ ઉભા કરી દેવાનું પ્રચલનથી નીકળી ગયું છે અને આ સમસ્યા એટલી વિકટ થઇ ગઈ છે કે લોકો એમની સભ્યતા અને સંસ્કૃતિ ની ઊંડાઈ ને પણ કાલ્પનિક સમજવા લાગ્યા છે. આજે અમે કંઈક એવી હકીકત પર નજર નાખશું જેનાથી એ પ્રમાણિત થઇ જશે કે મહાભારત એક વાસ્તવિકતા છે.
૧: દ્વારકા :
દ્વાપરયુગ ના છેલ્લા સમયમાં ભગવાન કૃષ્ણ ની દ્વારકા નગરી જળમગ્ન થઇ ગઈ હતી. પુરાતત્વ શાસ્ત્રીઓ ને ગુજરાત ના કિનારે લાગેલા સમુંદ્ર ના બાજુથી અરબ સાગર ના કિનારા સુધી એક પ્રાચીન નગર મળ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મહાભારત કાળ નું છે.
૨ : રાજવંશ
મહાભારત ધર્મગ્રંથ ની શરૂઆત રાજા મનુ થી થઇ હતી. આ વંશ ને સતત પચાસ થી પણ વધારે રાજાઓ નો ઉલ્લેખ મહાભારત માં છે. જો આ કલ્પના માત્ર હોય તો લેખક પૂરી વંશાવલી વિશે ન લખીને ઘટનાઓ નું વર્ણન શરુ કરી શકતા હતા.
૩ : પ્રાચીન નગરો નો ઉલ્લેખ
ભારત માં આજે પણ ૩૫ થી વધારે એવા શહેર છે, જેનો ઉલ્લેખ મહાભારત માં કરવામાં આવ્યો હતો. એમાં હસ્તિનાપુર છે જેનું નામ આજે મેરઠ છે, અંગપ્રદેશ છે જેનું નામ આજે ગોંડા છે અને ઇન્દ્રપ્રસ્થ છે જે આજે ભારત ની રાજધાની દિલ્હી છે. એવા જ બીજા ઘણા બધા શહેરો નું વર્ણન મોટા જ વિસ્તાર માં કરવામાં આવ્યું છે.
૪ : કળિયુગ –
ભગવદ્ગીતા માં ભગવાન કૃષ્ણ એ સંસાર ની અંતિમ ચરણ કળિયુગ વિશે કહ્યું છે. હેરાન કરી દેવા વાળી વાત છે કે ભગવાન કૃષ્ણ દ્વારા કરેલું વર્ણન આજ ના સમયાનુસાર બિલકુલ સટીક છે. કળિયુગ માં હનુમાનજી ને જીવિત રાખવામાં આવ્યા છે કારણકે છેલ્લે હનુમાનજી ને વરદાન આપવામાં આવ્યું હતું કે કળિયુગ ના સમય સુધી તમારે પૃથ્વી પર જ રહેવાનું છે, તેથી કળિયુગ નો સમય ટૂંકો રાખવામાં આવ્યો છે. કેમ કે કળિયુગ માં લોકો જ એક બીજા ના સ્વાર્થ પર જીંદગી જીવે છે.