હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથોમાં રામાયણ અને મહાભારત સૌથી વધારે પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે. આપને આપના દાદા દાદી પાસેથી કથાઓ પણ સાંભળી હોય છે પરંતુ કેટલાક રહસ્ય આજે પણ નથી ખુલ્યા. જેમ કે એક સમય એવો પણ આવ્યો હતો જયારે પાંડવો માં ભીમ પોતાના જ મોટા ભાઈ યુધીષ્ઠીર ના બંને હાથ બળવા માંગતો હતો. તેની પાછળ એક ખુબજ દિલચસ્પ કથા સંકળાયેલી છે.
ભીમ સળગવા માંગતા હતા યુધીષ્ઠીરના હાથ:-
એવું માનવામાં આવે છે કે જયારે જુગારમાં કૌરવોથી પાંડવો હારી ગયા અને યુધીસ્થીર એ દ્રોપદી ને પણ દાવ પર લગાવી અને એને પણ જુગાર માં હારી ગયા. ત્યારબાદ દુર્યોધને દુશાસનને ભરી સભામાં દ્રોપદીનું અપમાન કરવા કહ્યું. ત્યાર પછી ભીમને ખુબજ ગુસ્સો આવ્યો. ભીમ યુધીષ્ઠીરને કહે છે કે દ્રોપદી અપમાન કરવા યોગ્ય નથી પરંતુ તમારા કારણે આ દુષ્ટ કૌરવો તેને અપમાનિત કરી રહ્યા છે. અને એ પણ ભરી સભામાં. તેથી હું તમારા બંને હાથ બાલી નાખીશ જેનાથી તમે દ્રૌપદીને જુગારમાં હારી ગયા.
સહદેવને અગ્નિ લાવવા કહ્યું:-
ભીમ સહદેવને અગ્નિ લાવવા કહે છે અને પછી અર્જુન તેને સમજાવે છે કે યુધીષ્ઠીરએ ક્ષત્રીય ધર્મ અનુસાર જ જુગાર રમ્યા છે. એમાં તેનો કોઈ વક નથી. અર્જુનની વાત સાંભળી ભીમનો ગુસ્સો શાંત થઇ ગયો. અને એ જણાવે છે કે આ વાત હું પણ જાણું છું. અને જો ના જાણતો હોત તો ક્યારના યુધીષ્ઠીરના હાથ બળ પૂર્વક બાલી નખાય હોત.