પંચમ વેદ મહાભારત માં ભારતનો પ્રાચીન ઈતિહાસ છે. આ ગ્રંથ આપના દેશના મન અને પ્રાણ માં વસેલો છે. આ ગ્રંથ માં તત્કાલીન ભારત નો સમગ્ર ઈતિહાસ વર્ણિત છે. તેમાં સેકડો પાત્રો, સ્થાનો, ઘટનાઓ તેમજ વિચિત્રતાઓ તેમજ વિડમ્બનાઓ નું વર્ણન છે. દરેક હિન્દુઓના ઘરમાં મહાભારત હોવું જોઈએ. મહાભારતમાં ઘણા બધા રહસ્ય છુપાયેલા છે. મહાભારત યુધ્ધમાં ૮ અને ૧૮ સંખ્યાનું ખુબજ મહત્વ છે. ચાલો જાણીએ આ આક્દોનું શું રહસ્ય છે.
શ્રી કૃષ્ણ સાથે જોડાયેલ ૮ અંક નું રહસ્ય:-
- ૮ ને શનીનો અંક માનવામાં આવે છે. આ અંકનો સ્વામી ગ્રહ શની છે. ઘણા લોકો ૮ ના અંકને અશુભ માને છે. કારણ કે એ શની સાથે જોડાયેલ છે. શ્રી કૃષ્ણના જીવનમાં ૮ અંક નો અજીબ સંયોગ છે. ચાલો જાણીએ આ રહસ્યમયી અને અજીબ સંયોગ વિશે..
- ભગવાન વિષ્ણુએ આઠમાં મનુ વૈવસ્વત ના મન્વન્તર ના અઠ્ઠાવીસ માં દ્વાપરમાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણ ના રૂપમાં દેવકીના ગર્ભ થી આઠમાં પુત્ર ના રૂપમાં મથુરાના કારાગારમાં જન્મ લીધો હતો. તેમનો જન્મ આઠમાં મુહુર્ત માં થયો હતો.
- ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવ ના આઠમાં પુત્ર હતા. તેની આઠ સખીઓ, આઠ પત્નીઓ, આઠ મિત્ર અને આઠ શત્રુઓ હતા.
- ગુરુ સંદીપની એ કૃષ્ણ ને વેદ શાસ્ત્રો સહિત ૧૪ વિદ્યા અને ૬૪ કલાઓ નું જ્ઞાન આપ્યું હતું. આ રીતે તેમના જીવન માં આઠ અંક નો ખુબજ સંયોગ છે.
મહાભારત થી જોડાયેલ ૧૮ અંક નું રહસ્ય:-
- કૃષ્ણ ને કુલ ૧૮ દિવસ સુધી અર્જુનને જ્ઞાન આપ્યું હતું.
- ૧૮ દિવસ સુધી જ યુદ્ધ ચાલ્યું હતું.
- ગીતા માં પણ ૧૮ અધ્યાય હતા.
- કૌરવો અને પાંડવોની સેના પણ કુલ ૧૮ અક્શોહીની સેના હતી.
- આ યુદ્ધ ના પ્રમુખ સુત્રધાર પણ ૧૮ હતા, આ યુધ્ધમાં કુલ ૧૮ યોદ્ધઓ જ જીવિત બચ્યા હતા. જેના નામ છે- કૃષ્ણ, કૃપાચાર્ય, કૃતવર્મા, અશ્વત્થામા, યુયુત્સુ, સત્યકી, યુધીષ્ઠીર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ વગેરે. દુર્યોધન પણ યુદ્ધ ની સમાપ્તિ પછી માર્યો ગયો હતો.
- યુધ્ધના મુખ્ય સુત્રધાર પણ ૧૮ હતા. જેના નામ છે- ધ્રુતરાષ્ટ્ર, દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની, ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, કૃતવર્મા, શ્રીકૃષ્ણ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રોપદી તેમજ વિદુર.