મહાભારતના યુદ્ધમાં કૌરવો તથા પાંડવો પાસે હતા આ મહારથીઓ, જાણો નામ  

મહાભારત ના યુદ્ધ માં કૌરવો ની પાસે ૧૧ અક્ષૌહિણી તથા પાંડવો ની પાસે અક્ષૌહિણી સેના હતી. કૌરવો ની પાસે વધારે સૈન્ય બળ અને મહારથી હોવા પછી પણ તે જીતી ન શક્યા. આવો જાણીએ બંને જ પક્ષ ના મહારથીઓ ના નામ.

મહાભારત ના યુદ્ધ માં કૌરવો ની બાજુ થી ગાંધાર, મદ્ર, સિંધ, કામ્બોઝ, કલિંગ, સિંહલ, દરદ, અભિષહ, માગધ, પિશાચ, કોસલ, પ્રતીચ્ય, બાહિલક, ઉદીચ્ય, અંશ, પલ્લવ, સૌરાષ્ટ્ર, અવંતી, નિષાદ, શુરસેન, શિબી, વસત, પૌરવ, તુષાર, ચુચુંપદેશ, અશવક, પાંડય, પુલિંદ, પારદ, ક્ષુદ્રક, પ્રાગ્જ્યોતીષપુર, મેકલ, કુરુવિંદ, ત્રિપુરા, શલ, અમ્બષ્ઠ,કૈતવ, યવન, ત્રીગર્ત, સૌવિર અને પ્રાચ્ય વગેરે જનપદો એ લડાઈ કરી હતી.

કૌરવોની બાજુથી લડાઈ લડવા વાળા મહારથીઓના નામ નિમ્ન છે- ભીષ્મ, દ્રોણાચાર્ય,કૃપાચાર્ય, કર્ણ, અશ્વત્થામા, મદ્રનરેશ, શલ્ય, ભૂરીશ્રવા, અલ્મ્બુષ, કૃતવર્મા, દુર્યોધન તેમજ એના ૯૯ ભાઈ. ૯૯ ભાઈઓ માં વિકર્ણ અને દુશાસન પ્રમુખ હતા.

એની સિવાય શ્રીકૃષ્ણ ની નારાયશી સેના માં હજારો મહારથી હતા. કુરુક્ષેત્ર ના યુદ્ધ માં પાંડવો ની બાજુથી પાંચાલ, ચેદી, કાશી, કરુષ, મત્સ્ય, કેકય, સૃંજય, દક્ષાર્ણ, સોમક, કુંતી, આનપ્ત, દાશેરક, પ્રભદ્રક, અનુપક, કિરાત, પત્ચ્ચર, તિતિર, ચોલ, પાંડય, અગ્નીવેશ્ય, હુંડ, દાનભારી, શબર, ઉદ્ધસ, વત્સ, પૌન્દ્ર, પિશાચ, પુન્ડું, કુંડીવિષ, મારુત, ધેનુક, તગંણ અને પરતગંણ વગેરે જનપદો એ લડાઈ લડી હતી.

પાંડવો ની બાજુથી લડાઈ લડવા વાળા મહારથીઓ ના નામ નિમ્ન છે. ભીમ, નકુલ, સહદેવ, અર્જુન, યુધિષ્ઠિર, દ્રૌપદી, ના પાંચેય પુત્રમ યુયુધાન, ઉત્ત્મૌજા, રાજા વિરાટ, રાજ દ્રુપદ, ધૃષ્ટદ્યુંમ્ન, અભિમન્યુ, પાંડયરાજ, ઘટોત્કચ, શિખંડી, યુયુત્સુ, કુંતીભોજ, ઉત્ત્ભૌજામ શૈબ્ય અથવા શૈવ્ય, ચેકિતાન અને અનુપરાજ નીલ. એની સિવાય કાશી રાજ, ધૃષ્ટકેતુ, પુરુજિત યુદ્ધામન્યું, પ્રતિવિંધ્ય, સુતસોમ, શ્રુતકર્મા, શતાનીક, શ્રુતસોમ વગેરે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer