બાગપત જીલ્લાનો ઈતિહાસ સાથે ખુબજ ઊંડો સબંધ છે અને અને અહીની ધરતીને મહાભારત કાલીન માનવામાં આવે છે. કારણકે અહી સમય સમય પર મહાભારત તેમજ હડપ્પા કાળ થી જોડાયેલ અવશેષો મળેલા છે.
ઇતિહાસની શોધ માટે અહી કરવામાં આવેલ ખોદકામ દરમિયાન શાહી તાબૂત, રથ, શવાધાન, તેમજ પ્રાચીન મૃદભંડ મળી ચુક્યા છે. બાગપત જીલ્લાના સીનોલી ગામમા ઈતિહાસ ની શોધ કરવા માટે પુરાતત્વ વિભાગની ટીમે છેલ્લા મહિનાના ત્રીજા ચરણમાં ખોદકામ કરી રહ્યા છે.
એક વર્ષ પહેલા થયેલ સાઈટ પર ઉત્ખનન દરમિયાન પુરાતત્વ સર્વેક્ષણ ની ટીમને એ સ્થળ પરથી તલવારો, શાહી તાબૂત, રથ, શવાધાન તેમજ મૃદભાંડ મળી ચુક્યા છે. બે દિવસ પહેલા જ સાઈટ પર ખોદકામ દરમિયાન જાનવરો ના કેટલાક કંકાલ પણ મળ્યા છે. જે ઘોડાના પ્રતીત હોય છે. તેની વિશે ટીમ શોધખોળ ચાલુ છે.
સીનોલી ગામના જંગલોમાં ચાલી રહેલા ખોદકામ માં મળેલા મહિલાના કંકાલ ને અહીના શોધ કર્તાઓ ૪૫૦૦ વર્ષ જુનું જણાવે છે. આ કન્કાલનો મહાભારત સાથે સબંધ દર્શાવે છે. કારણ કે આ કંકાલ શાહી તાબૂત ની ઉપરની તરત જેવું છે. તેના પર મળેલ આભુશનો પરથી કહી શકાય કે આ એક શાહી પરિવાર ની મહિલાનું કંકાલ હોવાનું માનવામાં આવે છે. અને તેની બાજુમાંથી માટીના નાના નાના વાસણ તેમજ તલવાર પણ મળી આવેલ છે.
સીનોલી સાઈટ પર પહેલી વાર કંકાલ નથી મળ્યું આનાથી પહેલા પણ વર્ષ ૨૦૦૫ માં થયેલ ઉત્ખન માં પુરાતત્વ વિભાગ ની ટીમે ખોદકામ દરમીયાન સવા સો માનવ કંકાલ અને તેમની તલવારો પણ મળી હતી. અને આ તલવારો મહાભારત કાળના યોધ્ધાઓ ની દર્શાવેલ હતી. ત્યાર બાદ ૨૦૧૮ માં પુરાતત્વ વિભાગને અહી એક શાહી તાબૂત મળી આવ્યું હતું.
માનવ કંકાલ મળ્યાની સાથે એક રથ, મૃદભંડ તેમજ તલવાર પણ મળી ચુકી છે. જેને દિલ્લીમાં સુરક્ષિત રાખવામાં આવેલ છે. એટલું જ નહિ, ૬ મહિના પહેલા લક્ષ ગૃહ માં કરવામાં આવેલ ખોદકામ દરમિયાન ટીમને મહાભારત કાળ સાથે જોડાયેલ સબુત મળી ચુક્યા છે.