મહાભારત કાળનું આ વૃક્ષ માનવામાં આવે છે અમૃત

પરીજારનું વૃક્ષ પોતાની ખાસિયતના કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે, માનવામાં આવે છે કે આ છોડ કૃષ્ણએ લગાવ્યો હતો. થોડો પણ પારિજાતના વૃક્ષ નીચે બેસવાથી થાક ઉતરી જાય છે અને આપણે એકદમ ફ્રેશ થઇ જઈએ છીએ. પારીજાત આખા ભારતમાં ઘણી બધી જગ્યાએ મળી આવે છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં બારાબંકી પાસે કીન્તુરમાં આવેલ પરીજાતને જોવા લોકો દુર દુરથી આવે છે. પરંતુ શું તમે જાણો છો તેની પાછળની કથા? આખરે કેવી રીતે સ્વર્ગનું આ વૃક્ષ ધરતી પર આવ્યું ચાલો જાણીએ આ વૃક્ષની આખી વાર્તા…

પારિજાતના વૃક્ષની સૌથી મોટી ખાસિયત:

આ વૃક્ષની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના પર બીજ નથી આવતા. પારીજાત આ જગ્યાનું નામકરણ પાંડવોની માતા કુંતીના નામ પરથી પડ્યું હતું. પાંડવોએ માતા કુંતી સાથે પોતાનો અજ્ઞાતવાસનો સમય પસાર કર્યો હતો. આમ તો પારિજાતનું વૃક્ષ ૧૦ ફૂટ થી ૨૫ ફૂટ જેટલું ઉચું હોય છે. પરંતુ કીન્તુર માં આવેલું પારિજાતનું વૃક્ષ ૪૫ થી ૫૦ ફૂટ જેટલું ઉચું છે. આ વૃક્ષના ફૂલ ફક્ત રાત્રે ખીલે છે, આ ફૂલોનું લક્ષ્મી પૂજામાં ખુબજ મહત્વ છે. અને પૂજામાં ફક્ત એ જ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે જે વૃક્ષ પરથી જાતે તૂટીને પડતા હોય. વૃક્ષ પરથી ફૂલો તોડવાની મનાઈ છે.

પારીજાતને ધરતી પર શા માટે લાવ્યા શ્રી કૃષ્ણ:

એક વાર દેવઋષિ નારદ જયારે ધરતી પર શ્રીકૃષ્ણને મળવા આવ્યા ત્યારે એમની સાથે પારિજાતના સુંદર ફૂલ  લાવ્યા. એમણે એ પુષ્પ શ્રીકૃષ્ણને ભેટ આપ્યા. શ્રીકૃષ્ણએ પુષ્પ સાથે બેઠેલી એમની પત્ની રુકમણીને આપી દીધું, પરંતુ જયારે શ્રીકૃષ્ણની બીજી પત્ની સત્યભામાને જયારે ખબર પડી કે સ્વર્ગથી આવેલા પારિજાતના બધા પુષ્પ શ્રીકૃષ્ણએ રુકમણીને આપી દીધા તો એને ખુબ જ ગુસ્સો આવ્યો. એમણે શ્રીકૃષ્ણની સામે જીદ પકડી લીધી કે એમને એમની વાટિકા માટે પણ પારિજાતનું વૃક્ષ જોઈએ. શ્રીકૃષ્ણના સમજાવવા પર પણ સત્યભામા માન્યા નહિ.

એટલા માટે કરવું પડ્યું ઇન્દ્ર સાથે યુદ્ધ:

એટલા માટે સત્યભામાની જીદની આગળ જુકીને એમના દૂતને સ્વર્ગ પારિજાતનું વૃક્ષ લેવા માટે મોકલી દીધો પણ ઇન્દ્રએ પારિજાતનું વૃક્ષ દેવાની ના પાડી. દૂતે જયારે આ વાત આવીને શ્રીકૃષ્ણને કહી તો એમણે સ્વયં જ ઇન્દ્ર પર આક્રમણ કરી દીધું અને ઇન્દ્રને હરાવીને પારીજાત વૃક્ષ ને જીતી લીધું. એનાથી નારાજ થઈને ઇન્દ્રએ પારીજાત વૃક્ષને ફળથી વંચિત થઇ જવાનો શ્રાપ આપી દીધો અને ત્યારથી પારિજાતના વૃક્ષને ફળ આવતા નથી.

પાંડવોએ લગાવ્યું પારિજાતનું વૃક્ષ:

કહેવાય છે કે માતા કુંતી પારિજાતના પુષ્પોથી ભગવાન શંકરની પૂજા અર્ચના કરી શકે એટલા માટે પાંડવોએ સત્યભામાની વાટીકાથી પારીજાત વૃક્ષને લાવીને ત્યાં લગાવી દીધું અને ત્યારથી પારીજાત વૃક્ષ ત્યાં છે. કહેવાય છે કે એના ફૂલ, પાંદડા અને છાલનો ઉપયોગ ઔષધીના રૂપમાં કરવામાં આવે છે. એના ફૂલ દિલના રોગ માટે અચૂક ઔષધી માનવામાં આવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer