મહાભારતમાં ઘણા બધા રહસ્યો છુપાયેલા છે, આજે પણ ઘણા એવા રહસ્ય છે જેને ખુબજ ઓછા લોકો જાણે છે, આજે પણ એક એવાજ રહસ્ય વિશે જાણીએ અને એ રહસ્ય છે મહાભારતમાં એક નહિ ત્રણ કૃષ્ણ હતા તેમાંથી એક અસલી અને ૨ નકલી હતા.
પહેલા કૃષ્ણ: મહાભારતના પહેલા કૃષ્ણ મહર્ષિ વેદ વ્યાસ હતા, જેણે મહાભારતની રચના કરી. તેમની માતાનું નામ સત્યવતી અને પિતાનું નામ મહર્ષિ પરાશર હતું. તેમનું અસલી નામ શ્રી કૃષ્ણ દવૈપાયન હતું.
આ સબંધમાં બે કથાઓ મળે છે. પહેલું એ કે તેમનો રંગ શ્યામ હતો, અને તેમનો જન્મ એક દ્વિપ પર થયો હતો. અને બીજું એ કે જન્મ લેતાની સાથે જ આ મહર્ષિ યુવા થઇ ગયા હતા અને તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા અને તપસ્યા કરવાથી તેઓ શ્યામ થઇ ગયા હતા.
તેથી તેને કૃષ્ણ દવૈપાયન કહેવાયા. સવાલ એ થાય કે તેને પહેલા કૃષ્ણ શા માટે કહેવામાં આવે છે. હકીકતમાં એ પણ ભગવાન વિષ્ણુના જ અવતાર છે. શ્રીમદ ભાગવત વિષ્ણુ ના જે ૨૪ અવતારોનું વર્ણન છે, તેમાં મહર્ષિનું નામ પણ છે.
મહર્ષિ વેદ વ્યાસની કૃપાથી જ ધ્રુતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર નો જન્મ થયો હતો. અને તેમની કૃપાથી જ ગાંધારીને ૧૦૦ પુત્ર થયા હતા. મહાભારતમાં સમય સમય પર તેમની ભૂમિકા ખુબજ મહત્વપૂર્ણ છે. તેમના જ પ્રયાસોથી ભગવત ધર્મની સ્થાપના થઇ હતી.
મહર્ષિ વેદવ્યાસજી એ જ સંજય ને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી, જેનાથી સંજયએ આખા યુદ્ધનું વર્ણન ધૃતરાષ્ટ્ર ને મહેલ માં જ જણાવ્યું હતું. મહર્ષિ વેદવ્યાસે જયારે કલિયુગનો વધતો પ્રભાવ જોયો તો તેણે જ પાંડવોને સ્વર્ગની યાત્રા કરવા જણાવ્યું હતું.
તેમણે જ યુદ્ધ ના ૧૫ વર્ષ દરમિયાન એક દિવસ યુધ્ધમાં માર્યા ગયેલા કૌવરવો અને પાંડવોના બંધુઓ ને જીવિત કાર્ય હતા. બીજા કૃષ્ણ: મહાભારતના બીજા કૃષ્ણ વિષે તો દરેક લોકો જાણે જ છે.
જેમણે દરેક સમયે પાંડુ પુત્રનો સાથ આપ્યો અને અર્જુન ના સારથી બન્યા અને કુરુક્ષેત્રના યુદ્ધ માં તેને વિજય અપાવ્યો. એ જ મહાભારતના મહાનાયક હતા. ત્રીજા કૃષ્ણ: મહાભારતના ત્રીજા કૃષ્ણ ને નકલી કૃષ્ણ માનવામાં આવે છે.
પુન્ડ્ર્ દેશના રાજા નું નામ પૌન્ડ્ર્ક હતું. ચેદી દેશમાં તેઓ ‘પુરુષોત્તમ’ નામથી સુવિખ્યાત હતા. તેમના પિતાનું નામ વાસુદેવ હતું. તેથી તે પોતાને વાસુદેવ કહેતા હતા. તે દ્રોપદી સ્વયંવર માં ઉપસ્થિત હતા.