મહાકાવ્યમાં ભગવાન કૃષ્ણ, પાંડવ અને કૌરવ જ નહી પણ સામાજીક જીવન જીવવા અંગે સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યુ છે. જે લોકો આ વાતોનો મર્મ સમજી લે છે તેમને ક્યારેય મુશ્કેલી નથી નડતી. જે લોકો આ વાતોનું નથી રાખતા ધ્યાન તેમનો વિનાશ નિશ્ચિત છે. આ જ કારણે મહાભારતનું મહાયુદ્ધ થયુ હતુ. જેમાં કરોડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
મહાભારતમાં વર્ણન કરવામાં આવ્યુ છે કે કોઈની નબળી કડી પર ક્યારેય વારંવાર વાર ન કરવો. અર્થાત તમે કોઈની કમજોરી જાણતા હો તો તેને ક્યારેય નુકસાન ન પહોંચાડો. જે દિવસે એ પોતાની કમજોરીને તાકાત બનાવી લેશે એ દીવસે તમારા પર મુશ્કેલીઓ આવશે. મહાભારતમાં જ્યારે પાંડવોના નિમંત્રણ પર કૌરવ ઇન્દ્રપ્રસ્થ જાય છે ત્યારે ત્યાંની ચકાચૌંધ જોઈને આશ્ચર્ય ચકીત થઈ જાય છે.
મહેલમાં એક ખુબીને જાઈને દુર્યોધન પડી જાય છે અને એ જોઈને દ્રૌપદી અટ્ટહાસ્ય કરે છે. દુર્યોધનને કહે છે કે આંધળાના પુત્ર તો આંધળા જ હોય. મહાભારતના અનુશાસન પર્વમાં જીવન અંગે મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યુ છે. આ મહાકાવ્ય આજે પણ આપણને જીવન રૂપી પથ પર ચાલવાની પ્રેરણા આપે છે અને મુશ્કેલીઓમાં કેવી રીતે રસ્તો કાઢવો તે દર્શાવે છે. આ મહાકાવ્યમાં ભગવાન કૃષ્ણ, પાંડવ અને કૌરવ જ નહી પણ સામાજીક જીવન જીવવા અંગે સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યુ છે.
જે લોકો આ વાતોનો મર્મ સમજી લે છે તેમને ક્યારેય મુશ્કેલી નથી નડતી. જે લોકો આ વાતોનું નથી રાખતા ધ્યાન તેમનો વિનાશ નિશ્ચિત છે. આ જ કારણે મહાભારતનું મહાયુદ્ધ થયુ હતુ. જેમાં કરોડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બદલાની ભાવનાથી સળગી ઉઠે છે દુર્યોધન અને મહાભારત સર્જાય છે.
ક્યારેય ગુસ્સામાં આવીને ખોટી વાત ન કરવી. આવુ કરવાથી ફક્ત તમારૂ વ્યક્તિત્વ જ નહી પણ તમારા જ્ઞાનની કમીને દર્શાવે છે. શબ્દોનો ઉપયોગ કરતા પહેલા હંમેશા ધ્યાન રાખો કેમકે મહાભારતમાં આનું પરિણામ આપણે જોયુ છે.કમજોર લાચાર હોય તેને ક્યારેય નીચુ ન દેખાડવુ જોઈએ. સમય ક્યારે બદલાય અને આવુ કોઈ અપમાનીત કે લાચાર વ્યક્તિ તેનો બદલો લે.
ખુબજ કડવા અપમાન કારક તેમજ અપ્રિય શબ્દોનો પ્રયોગ ન કરો. મહાભારતમાં પાંડવો જ્યારે જુગારમાં સર્વસ્વ હારી ગયા ત્યારે દ્રૌપદીને પણ બાજીમાં મુકી દીધી અને પાંડવો તેને પણ હારી ગયા. કર્ણ દ્રૌપદીને વૈશ્યા કહે છે. આનાથી પાંડવો તેના પર ક્રોધે ભરાય છે. આથી આવુ અપ્રિય ક્યારેય ન બોલો.