પતિ હોવા છતાં પણ બીજાના બાળકની માં બની હતી મહાભારતની આ મહિલાઓ

મહાભારતમાં પાત્રો, સ્થાનો, ઘટનાઓ તથા વિચીત્રતાઓ તથા વિડંબનાઓનું વર્ણન છે. આ ગ્રંથમાં તાત્કાલિક ભારતનું સમગ્ર ઈતિહાસ વર્ણિત છે. આ ગ્રંથ આપણા આદર્શ સ્ત્રી-પુરુષો ના ચરિત્રોથી આપણા દેશના જગ-જીવનને આ પ્રભાવિત કરતા આવ્યા છે. આવો જાણીએ મહાભારતની એ મહિલાઓ વિશે જેને એના પતિ હોવા છતાં પણ બીજાની સહાયતાથી પુત્રોને જન્મ આપ્યો હતો.

અંબાલિકા અને અંબિકા : શાંતનું અને સત્યવતીને બે પુત્ર થયા. ચિત્રાગંદ અને વિચિત્રવિર્ય ચિત્રાગંદને યુદ્ધમાં મારવામાં આવ્યો ત્યારે વિચિત્રવિર્ય રાજા બની ગયો. વિચિત્રવિર્યના વિવાહ માટે ભીષ્મ એ કાશીરાજની ૩ કન્યાઓને બળપૂર્વક હરણ કરી હતી જેમાંથી એક અમ્બાને શાલ્વરાજ પર અનુરક્ત હોવાના કારણે છોડી દીધો હતો. આ અમ્બા ફરીથી શિખંડીના નામથી જન્મી. બીજી બે મહિલાઓ અંબિકા અને અંબાલિકાના વિવાહ વિચિત્રવિર્ય સાથે કરાવી દીધા.

વિચિત્રવિર્યની ૨ પત્નીઓ અંબિકા અને અંબાલિકા હતી. બંનેને પુત્રો થતા ન હતા તો સત્યવતીના પુત્ર વેદવ્યાસ માતાની આજ્ઞા માનીને બોલ્યા ‘માતા તમે એ બંને રાણીઓને કહી દો કે તે મારી સામે નિર્વસ્ત્ર થઈને નીકળે જેનાથી એને ગર્ભ ધારણ થાય’.

સૌથી પહેલા મોટી રાણી અંબિકા અને પછી નાની રાણી અંબાલિકા ગઈ, પણ અંબિકા એ એના તેજથી ડરીને પોતાની આંખો બંધ કરી દીધી જયારે અંબાલિકા વેદવ્યાસને જોઇને ભયથી પીળી પડી ગઈ. વેદવ્યાસ પાછા વળીને માતાને બોલ્યા, ’માતા અંબિકાને મોટો તેજસ્વી પુત્ર થશે પરંતુ આંખ બંધ કરવાના કારણે તે અંધ થશે જયારે અંબાલિકાના ગર્ભથી પાંડુ રોગથી ગ્રસિત પુત્ર પેદા થશે’.

આ સાંભળીને માતા સત્યવતી એ મોટી રાણી અંબિકાને ફરીથી વેદવ્યાસની પાસે જવાનો આદેશ આપ્યો. આ વખતે મોટી રાણી એ સ્વયં ન જઈને એની દાસીને વેદવ્યાસની પાસે મોકલી દીધી. દાસી વગર સંકોચે વેદવ્યાસની સામેથી નીકળી. આ વખતે વેદવ્યાસ એ માતા સત્યવતીની પાસે આવીને કહ્યું. ’માતા આ દાસીના ગર્ભથી વેદ-વેદાંતમાં પારંગત અત્યંત નીતિવાન પુત્ર પેદા થશે’. અંબિકાથી ધ્રુતરાષ્ટ્ર, અંબાલિકાથી પાંડુ અને દાસીથી વિદુરનો જન્મ થયો. ત્રણેય ઋષિ વેદવ્યાસના સંતાનો હતા.

કુંતી અને માદ્રી: કુંતી અને માદ્રીના પતિનું નામ પાંડુ હતું. પાંડુ એક શાપના લીધે એની પત્નીઓથી સહવાસ કરી શકતો નહિ તો એણે કુંતી અને માદ્રીથી ‘નિયોગ’ પ્રથાની વિશે કહ્યું. કુંતી એ ત્યારે કહ્યું કે ઋષિ દુર્વાસા એ એણે દેવતાઓને આહ્વાન કરી પુત્ર પ્રાપ્તિનું વરદાન દીધું છે. ત્યારે કુંતી મંત્ર શક્તિના બળ પર એક એક કરી ૩ દેવતાઓને આહ્વાન કરી ૩ પુત્રોને જન્મ આપે છે. ધર્મરાજથી યુધીષ્ઠીર, ઇન્દ્રથી અર્જુન, પવનદેવથી ભીમને જન્મ આપે છે તે જ મંત્ર શક્તિના બદલા પર માદ્રી એ પણ અશ્વિન કુમારોને આહ્વાન કરી નકુલ અને સહદેવને જન્મ આપ્યો.

ગાંધારી: ગાંધારીના પુત્રોને કોરવ પુત્ર કહેવામાં આવ્યા પરંતુ એમાંથી એક પણ કોરવ વંશી ન હતા. ધુતરાષ્ટ્ર અને ગાંધારીના ૯૯ પુત્ર અને એક પુત્રી હતી જેને કોંરવ કહેવામાં આવતા હતા. બધા કોંરવોમાં દુર્યોધન સૌથી મોટા હતા. ગાંધારી જયારે ગર્ભવતી હતી ત્યારે ધુતરાષ્ટ્ર એ એક દાસીની સાથે સહવાસ કર્યો હતો. જેનાથી ચાલતા યુયુત્સુ નામના પુત્રનો જન્મ થયો. આ પ્રમાણે કોંરવ સો થઇ ગયા.

ગાંધારી એ વેદવ્યાસથી પુત્રવતી હોવાનું વરદાન પ્રાપ્ત કર્યું. ગર્ભ ધારણ કરી લેવા પશ્ચાત પણ બે વર્ષ વ્યતીત થઇ ગયા પરંતુ ગાંધારીને કોઈ પણ સંતાન ઉત્પન્ન થયા નહિ. એના પર ક્રોધિત ગાંધારી એ એના પેટ પર જોરથી મારવાનો પ્રહાર કર્યો હેનાથી એનો ગર્ભ પડી ગયો. આ ઘટનાને જાણીને વેદવ્યાસ તરત આવ્યા અને બોલ્યા ‘ગાંધારી તે ખુબ ખોટું કર્યું મારી દીધેલી ભેટ ક્યારેય ખોટી નથી જતી. હવે તમે સીધા જ સો કુંડ તૈયાર કરવો અને એમાં ઘી નખાવી દો.’ આવી રીતે તેના ગર્ભના સો ટુકડા કરી દરેક કુંડમાં નાખવામાં આવ્યા અને એમના ૧૦૦ પુત્ર ઉત્પન્ન થયા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer