હિંદુ ધર્મ માં ભગવાન શિવ ના ૧૨ જ્યોતિર્લીંગ માં મહાકાલ જ્યોતિર્લીંગ પણ એક છે અને મહાકાલ ના ભક્તો ની વાત કરીએ તો તેઓ પણ ઘણા જ છે. અને મહાકાલ ની પૂજા માં એક વિશેષ પરંપરા છે અને દરરોજ સાંજે અહી મંગલા આરતી થાય છે. જેમાં ભસ્મ થી ભગવાન શિવ નો અભિષેક કરવામાં આવે છે. અને આ ભસ્મ ચિતા ની હોય છે. અને આ આરતીમાં એક સવાલ દરેક લોકો ને થાય છે કે મહિલાઓ આ આરતી જોઈ નથી શક્તિ તો તેને આરતીમાં પ્રવેશ જ શા માટે આપવામાં આવે છે.
ભગવાન શિવ નું એક રૂપ ઓઘડ નું છે. જેમાં તેઓ દિગંબર છે અને આ રૂપ માં ભગવાન માત્ર પોતાના શરીર પર ભસ્મ જ લગાવે છે. અને મંગલા આરતી દરમિયાન શિવના આ રૂપની જ પૂજા થાય છે. એ કારણ થી આરતી દરમિયાન મહિલાઓ ને મંદિર માં પ્રવેશ ની અનુમતિ તો મળે છે પરંતુ ઘૂંઘટ માં રહેવાનું હોય છે. તેમજ તેની સાથે જોડાયેલ એક કથા પણ છે. ચાલો જાણીએ..
શિવપુરાણ ની કથા :- ભગવાન શિવે સતી ના દેહ ત્યાગ બાદ પોતાની સુદ બુધ ખોઈ દીધી હતી. દેવી સતીના શબ ને લઈને શિવ તાંડવ મચાવ્યું હતું. ભગવાન વિષ્ણુ એ શિવ નો મોહ ભંગ કરવા માટે ચક્ર થી સતીના શવ ના ટુકડા કરી નાખ્યા હતા. સતીના વિયોગ માં શિવ ઓઘડ અને દિગંબર રૂપ ધારણ કરી સ્મશાન માં બેસી ગયા અને આખા શરીર પર ચિતા ની ભસ્મ લગાવી લીધી.
કહેવાય છે કે ત્યારથી ભસ્મ પણ શિવ નો શૃંગાર છે. પહેલા મહાકાલ ની આરતી માટે સ્મશાન માંથી ભસ્મ મંગાવવામાં આવતી હતી પરંતુ હવે કપિલા ગાય ના ગોબર માંથી બનાવેલ છાણા, બોર, પીપળો, વદ અને શમી ના લાકડા થી ભસ્મ તૈયાર કરી તેનો પ્રયોગ કરવામાં આવે છે.
કહેવાય છે કે ચારેય યુગ પછી આ સૃષ્ટિ નો વિનાશ નક્કી છે. અને છેલ્લે બધુજ રાખ થઇ જશે. શિવપુરાણ અનુસાર એજ રાખ એટલે કે ભસ્મ શ્રુષ્ટિ નો સાર છે કેમકે છેલ્લે તો બધું જ રાખ થઇ જવાનું છે. તેથી ભગવાન શિવ પોતાના આખા શરીર પર ભસ્મ લગાવે છે.