મહાલક્ષ્‍‍મીના વ્રત દરમિયાન રાખો આટલી બાબતોનું ધ્યા દેવી થશે તમારા પર

મિત્રો હાલ ચતુર્માસ ચાલી રહ્યો છે. સુષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં મગ્ન છે. એવુ કહેવાય છે કે તેમની અર્ધાગિની દેવી લક્ષ્‍મી ભાદરવા શુક્લ અષ્ટમીથી લઈને અશ્વિની કૃષ્ણ અષ્ટમી સુધી ધરતી પર આવે છે. આ દરમિયાન તે પોતાના ભક્તોના ખાલી હાથ અને તિજોરી ભરે છે. એવુ કહેવાય છે કે જન્મો જન્મની ગરીબી આ 16 દિવસમાં માતાને પ્રસન્ન કરીને દૂર કરી શકાય છે.

જો તમે પણ આ તકનો લાભ ઉઠાવવા માંગો છો તો સપ્તમ શ્રાદ્ધના દિવસે મહાલક્ષ્‍મી વ્રકરવું જોઈએ અને વ્રત દરમિયાન આ કામ કરવાથી દરિદ્રતા અને રૂપિયા પૈસાની તંગીથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો જાણીએ એવી કેટલીક બાબતો કે જે ધ્યાનમાં રાખવી ખુબજ જરૂરી છે.

આ વસ્તુઓનુ કરો દાન – ચુંદડી, સિંદૂર, રિબિન, કાંસકો, અરીસો, વસ્ત્ર અથવા રૂમાલ, બીંછિયો, નાકની નથ, ફળ, મીઠાઈ, મેવા, લવિંગ અને ઈલાયચી મંદિરમાં આસન પાથરીને બેસી જાવ પછી શ્રીસૂક્ત, કનકધારા સ્ત્રોત અને મહાલક્ષ્‍મી સ્ત્રોતનો પાઠ કરો.

આ મંત્રનો જાપ કરો – ૐ શ્રીં હ્રીં શ્રી. કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રી મહાલક્ષ્‍મયે નમ: ત્યાર બાદ ચંદ્રમાને જળથી અર્ધ્ય આપો.

ઓફિસમાં ટેબલ પર સ્ફટિક શ્રીયંત્ર, ક્રિસ્ટલ બોલ, સ્ફટિક કચ્છપ શ્રીયંત્ર, સ્ફટિકથી બનેલ દેવ પ્રતિમા, સ્ફટિક પિરામિડ, વગેરે ઈશન કે ઉત્તર દિશાની તરફ મુકવાથી કાર્યક્ષમતા વધે છે અને વ્યવસાયમાં ચમત્કારિક વૃદ્ધિ થાય છે.

આ ઉપરાંત વ્યવસાયમાં વૃદ્ધિ અને નજર દોષ દૂર કરવા માટે યૂ આકારમાં કાળા ઘોડાની નાળ અને વેપાર વૃદ્ધિ યંત્રની ફ્રેમ બનાવડાવીને વ્યવસાય સ્થળ કે ઓફિસમાં લગાવો. તેનાથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને નજરનો દોષ દૂર થશે.

જો કોઈ વસ્તુ ક્યાક ગિરવી મુકી છે અને તમે તેને છોડાવી નથી શકતા તો દક્ષિણ દિશા તરફ મો કરીને 21વાર એ વ્યક્તિ કે વસ્તુનુ નામ સવારે આંખ ઉઘડાતાની સાથે જ લો. પરત મળવાના યોગ તરત જ બનશે.

વેપારમાં નુકશાન થઈ રહ્યું હોય કે ઓફિસમાં કોઈની સાથે વિવાદ થઈ રહ્યો હોય તો તમારા વજનના બરાબર કોલસા લઈને જળમાં પ્રવાહિત કરી દો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer