મહેંદી હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો: સચિન દીક્ષિત અને મહેંદી બંનેના પરિવારો પ્રેમ પકરણથી વાકેફ હતા અને મહેંદીએ મદદ પણ લીધેલી…

રાજયમાં ચકચાર મચાવનાર શિવાંશ પ્રકરણમાં તેની માતા મહેંદી ઉર્ફે હિનાની ગળું દબાવીને સચિન દ્વારા કરાયેલ હત્યા કેસમાં આજે પોલીસે નવો ખુલાસો કર્યો છે. જેમાં મહેંદીએ આ અગાઉ જીવન આસ્થા હેલ્પલાઈનમાં ફોન કરીને પોતાના માટે સલાહ માંગી હતી.

તેમજ સચિનની સામે અમદાવાદ મહિલા પોલીસ મથકમાં અરજી કરતાં પોલીસે સચિન સામે પગલાં પણ ભર્યા હતા. આમ સમગ્ર પ્રેમ પ્રકરણ અંગે સચિન દીક્ષિતનો પરિવાર પણ બધું જાણતો હતોએમ તેમ રેંજ આઈજી અભય ચુડાસમાએ નવો ખુલાસો કર્યો છે.

ગાંધીનગરના સ્વામિનારાયણ મંદિરની ગૌ શાળામાં દસ માસના શિવાંશને તરછોડી દઈ તેની માતા મહેંદી ઉર્ફે હિનાની હત્યા કરનાર સચિન દીક્ષિતનાં આવતીકાલે રિમાન્ડ સમાપ્ત થઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર પોલીસની તપાસમાં વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે.

જેમાં ભૂતકાળમાં બંને પરિવારો પ્રેમ પ્રકરણથી વાકેફ હોવા અને સચિન દીક્ષિત સામે અમદાવાદ મહિલા પોલીસ મથકમાં પણ મહેંદીની ફરિયાદના આધારે અટકાયતી પગલાં પણ લેવાયા હતા.ગાંધીનગર પોલીસની તપાસમાં શિવાંશ પ્રકરણમાં મહેંદી ઉર્ફે હિના સચિન દીક્ષિત પરણિત હોવાની વાતથી સારી રીતે વાકેફ હતી.

સચિનના મોબાઈલમાં તેની પત્નીનો ફોન નંબર મહેંદીના હાથમાં લાગી ગયો હતો. જે હકીકત બહાર આવતા મહેંદી અને સચિન વચ્ચે રોજ રોજ ઝગડા થવાના શરૂ થઇ ગયું હતું. અને એક સમયે બન્ને છૂટા પણ પડી ગયા હતા. બીજી તરફ સચિનના ગળાડૂબ પ્રેમમાં મહેંદી તેને કોઇ પણ રીતે ભૂલી શકતી ન હતી.

બન્ને વચ્ચે વારંવાર ઝઘડા પણ થયા કરતા હતા. જેનાં પરિણામે એકલી પડી ગયેલી મહેંદી ગત. 1 નવેમ્બર 2019 ના રોજ જીવન આસ્થા હેલ્પ લાઈનમાં ફોન કરીને પોતાના અને સચિન સંબંધો વિશે 54 મિનિટ સુધી વાત કરીને માર્ગદર્શન પણ મેળવ્યું હતું.

અગાઉ જ મહેંદી અને સચિનનું સમગ્ર પ્રેમ પ્રકરણ બંને પરિવારોમાં જાહેર થઈ ગયું હતું. એ દરમિયાન સચિનની બદલી વડોદરાની ઓફીસ માં થઈ હતી. અને તે મહેંદી સાથે દર્શનમમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. અને અંતે શુક્રવારે તા. 8 મી ઓક્ટોબરે સચિન દીક્ષિતે મહેંદીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ લાશને બેગમાં પેક કરી રસોડામાં મૂકી દીધી હતી. અને શિવાંશને ગૌ શાળામાં મૂકી દીધો હતો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer