હજ યાત્રાના ઘણા રીતી રીવાજ માંથી એક છે શૈતાન ને પથ્થર મારવાનો રીવાજ. હજ યાત્રાના આ રીવાજ પાછળ ખુબ જ રોચક વાર્તા છે. હજરત ઈબ્રાહીમનો જન્મ આજ થી ૪૦૦૦ વર્ષ પહેલા થયેલો માનવામાં આવે છે. ઇસ્લામથી પહેલા તેમનો ઉલ્લેખ બાઈબલમાં અને યહૂદી ગ્રંથોમાં ઈબ્રાહીમ કા તો અબ્રાહમ નામથી મળે છે. ઈબ્રાહીમને વૃદ્ધાવસ્થામાં એક ઓલાદ પેદા થઇ હતી જેનું નામ સ્માઈલ રાખવામાં આવ્યું હતું તે સ્માઈલને ખુબજ પ્રેમ કરતા હતા.
એવું માનવામાં આવે છે કે એક વાર અલ્લાહએ હજરત ઈબ્રાહીમ પાસે થી કુરબાનીમાં તેની પસંદીતા વસ્તુ માંગી પણ ઈબ્રાહીમની બધાથી પસંદીતા તેમનો પુત્ર સ્માઈલ જ હતો. પણ અલ્લાહની આજ્ઞા માની તે તેના પુત્રની કુરબાની આપવા તૈયાર થઇ ગયા. તે તેના પુત્રની કુરબાની આપવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં શૈતાન મળ્યો. અને તેને કહ્યું કે તે આ ઉમરમાં શા માટે તેના પુત્રની કુરબાની આપે છે અને તેના મારવા પછી કોણ તેની સંભાળ કરશે.
હજરત ઈબ્રાહીમ આ વાત સાંભળીને વિચારમાં પડી ગયા તેનો વિચાર પણ બદલવા લાગ્યો પણ પછી તે શાંત થઇ ગયા અને કુરબાની દેવા જતા રહ્યા. હઝરત ઈબ્રાહિમને લાગ્યું કે કુરબાની આપતી વખતે તેની ભાવનાઓ આડી આવી શકે છે, તેથી તેણે પોતાની આંખો પર પટ્ટી બાંધી લીધી જયારે હઝરત ઈબ્રાહિમે કુરબાની આપ્યા બાદ પટ્ટી ખોલી તો તેણે પોતાના પુત્રને પોતાની સામે જીવતો જોયો. તેથી મુસલમાન લોકો હઝના દિવસે શેતાનને પથ્થર મારે છે. કારણકે તેણે હઝરત ઈબ્રાહિમને બહેલાવવાની કોશિશ કરી હતી.